કેટલાક લોકો દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના જીવના દુશ્મનો બન્યાં છે. મુકેશ અંબાણીને 3 વાર મોતની ધમકી મળી હતી. સવારમા પહેલાની બે ધમકીમાં તેમને 20 કરોડ આપવાની અથવા તો મોત માટે તૈયાર રહેવાનું જણાવાયું હતું હવે ત્રીજી ધમકીમાં 20 કરોડ નહીં સીધા 200 કરોડ માગવામાં આવ્યાં હતા.
ફોન કરનારે આ વખતે ૨૦૦ કરોડ રૂપિયાની માંગ કરતો ઇમેઇલ મોકલ્યો છે. આ પહેલા તેમણે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરી એક વાર આ જ ઇમેઇલ એકાઉન્ટમાંથી વધુ એક મેઇલ આવ્યો છે. ફોન કરનારે કહ્યું કે તેણે હજી સુધી અમારા ઇમેઇલ્સનો જવાબ આપ્યો નથી. જેથી હવે 200 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આવું ન કરો તો ધ્યાન રાખો કે ડેથ વોરન્ટ પર સહી થઈ ગઈ છે. “તમે અમારા ઈ-મેઈલનો જવાબ નથી આપ્યો. હવે આ રકમ 200 કરોડ છે, નહીં તો ડેથ વોરંટ.
આ પહેલા ધમકી આપનાર વ્યક્તિએ 27 ઓક્ટોબરના રોજ એક ઈમેલ પણ મોકલ્યો હતો. મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવેલા ઈમેલમાં લખ્યું હતું કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના સારામાં સારા શૂટર્સ છે. આ ઇમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઇન્ચાર્જની ફરિયાદ પર મુંબઇની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. ધમકીભર્યા આ ઈ-મેલમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તે મુકેશ અંબાણી પર હુમલો કરી શકે છે, કારણ કે દેશમાં તેમની પાસે સારા શૂટર્સ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફોન કર્યો હતો. તેણે હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી.
મુકેશ અંબાણીને પૈસા માટે જાનથી મારી નાખવાની ધમકી પહેલી વાર નથી મળી. અવારનવાર તેમને આવી ધમકીઓ મળતી હોય છે. તો હવે સવાલ એ છે કે તેમના જીવના દુશ્મનો બનેલા આ લોકો કોણ છે. તે પોલીસ માટે પડકાર છે.