વોશિંગ્ટનમાં એક મહિલાએ ફર્ટિલિટી ડોક્ટર પર કેસ કર્યો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે 34 વર્ષ પહેલા તેની કૃત્રિમ ગર્ભાધાન પ્રક્રિયા માટે ગુપ્ત રીતે તેના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો.
અમેરિકાના ઇડાહો રાજ્યના હૌસરના 67 વર્ષીય શેરોન હેયસે દાવો કર્યો છે કે તેમણે 1989માં વોશિંગ્ટનના સ્પોકેન સ્થિત પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગચિકિત્સક ડો. ડેવિડ આર ક્લેપુલ પાસેથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ લીધી હતી. કારણ કે તેઓ કુદરતી રીતે ગર્ભાધાન કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. આથી તેમણે કૃત્રિમ ગર્ભાધાન દ્વારા બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો હતો.
સ્પોકન કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં બુધવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પીડિત મહિલાએ અજાણ્યા ડોનરના સ્પર્મની પસંદગી કરી હતી પરંતુ ગાયનેક ડોક્ટરે ખોટી માહિતી પૂરી પાડી હતી અને તેમને ખાતરી આપી હતી કે ડોનરના સ્પર્મની પસંદગી વાળ અને આંખના રંગ જેવા તેના ચોક્કસ લક્ષણો પર આધારિત હશે. આ સારવાર બદલ ડોક્ટર કપલ પાસેથી દરેક ટ્રિટમેન્ટ દીઠ 100 ડોલરનો ચાર્જ લીધો હતો. ડોક્ટરે દાવો કર્યો હતો કે આ રકમ અજાણ્યા ડોનરને આપવાની છે. મુકદ્દમા અનુસાર, ઘણી સારવારોમાંથી દરેક માટે, ડો. ક્લેપૂલે $100 રોકડા ચાર્જ કર્યા હતા, અને દાવો કર્યો હતો કે આ ભંડોળ કોલેજ અથવા તબીબી વિદ્યાર્થીઓ માટે હોવાનું માનવામાં આવે છે કે શુક્રાણુ પ્રદાન કરે છે.
ડોક્ટરના ખાનગીમાં શુક્રાણું મૂકવાને કારણે કપલને એક બાળક થયું હતું. આ બાળક તે ડોક્ટરનું જ હતું. કારણ કે તેણે ખાનગીમાં મહિલાની યૌનીમાં તેના શુક્રાણું આરોપિત કર્યાં હતા. હવે 34 વર્ષ બાદ તે ડોક્ટરના શુક્રાણુંમાંથી પેદા થયેલી છોકરીએ તેના બાયોલિજકલ ફાધરની ઓળખ કરી છે.
ડોક્ટર પાસે ફર્ટિલીટી ટ્રિટમેન્ટ લેનાર મહિલાએ એવો ચોંકાવનારો દાવો પણ કર્યો કે આજુબાજુમાં આ ડોક્ટરના આવા 16 ભાઈ-બહેનો છે.