શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ ૨૧ હજારથી વધુ ખેલૈયાઓએ PM મોદીના લખેલાં ગરબા પર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો ‘માડી’ પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ ૨૧ હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમવાનો રેકોર્ડ સર્જાયો હતો.આ પ્રસંગે યુવાનોએ ‘નો ડ્રગ્સ’ ના શપથ ડ્રગ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિઓએ રેકોર્ડ જાહેર કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નવરાત્રી પર્વ દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને નકોરડા ઉપવાસ પણ કરે છે. તેમણે માં અંબા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો ભાવભર્યો ગરબો “માડી” રચ્યો હતો. આ ગરબા પર આજે અહીં લાખોની મેદનીમાં લોકો ગરબે રમવા પધાર્યા છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત પર મા અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી શુભકામના પાટીલ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.’

PM મોદીએ ગીતના લિરિક્સ લખ્યા

ગાય તેનો ગરબો ઝીલે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

ઘૂમે ટેનો ગરબો તો ઝૂમે તેનો ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

સૂર્ય ચંદ્ર ગરબો ને ટ્રેક્ટુઓ પૈન ગરબો,
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.

તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..

હે હૈયા હા, હે હૈયા હા.
ઓહો હો હો હો હો

દિવસ પાન ગરબો ને રાત પાન ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો

વંસદિ છે ગરબો, મોરપીંછ ગરબો

ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનો એ ગરબો, અમીરનો એ ગરબો.
કાયા પાન ગરબો ને જીવ પાન ગરબો,
ગરબો જીવનની હળવી નિરાંત છે.

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો જીવનની હળવી નિરાંત છે
ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે
તંદુ ડોલાવે ને, મનડુ ઝુમાવાતો
સવને રે ગમતો ગરબો
રેડિયારી રાતોમાં લગાય રેડિયમનો
રમતો ને ભમતો ગરબો…કે ઘુમતો..
ગરબો તો સાત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રેડીયત છે (2)

અવ્વ મા ગરબો, સ્વભાવમા ગરબો
ભક્તિનો ગરબો, હા શક્તિનો ગરબો (2)

ખ્યાતનામ ગાયક પાર્થિવ પટેલ અને તેની ટીમે જય શ્રી રામ , ભારત કા બચ્ચા જય શ્રી રામ બોલેગા સહિતના ગીતો પર ખેલૈયાઓ ડોલી ઉઠ્યા હતા. રાજકોટ શહેર ભાજપ ,સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ ઈનક્રેડીબલ ગ્રુપ દ્વારા આયોજિત આજના ગરબા મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, વિનોદ ચાવડા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, અગ્રણીઓ જૈમિન ભાઈ ઠાકર, મનીષભાઈ રાડીયા, પુષ્કર પટેલ, રાજુભાઈ ધ્રુવ, ડી વી મહેતા સહિત પદાધિકારીઓને લાખોની સંખ્યામાં ગરબે રમવા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com