સુરતમાં સામૂહિક આપઘાતની ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને કુટુંબીઓએ ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી. પરિવારજનોના કરુણાથી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. રાત્રે 8:30 વાગ્યાના અરસામાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
સુરતના પાલનપુર પાટિયા પાસે નૂતન રો હાઉસની સામે આવેલા સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ સોલંકી ઉર્ફે શાંતુએ કોઈ અગમ્ય કારણોસર પોતાના માતા, પિતા, પત્ની અને બંને બાળકો સાથે આપઘાત કરી લીધો હતો. પરિવારના સામુહિક આપઘાતની ઘટનાને લઈને સુરતમાં ચકચાર મચી હતી. મૃતકના કુટુંબીઓ પણ ઘટનાની જાણ થતા જ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં પરિવારના સાત સભ્યોના નશ્વરદેહને જોઇને સહુ કોઈ ભાંગી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ ઉપર પહોંચી જઈને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બામાં ગત રાત્રે 8:00 વાગ્યાના અરસામાં તમામના પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ભારે હૈયે કુટુંબીઓએ પરિવારના સાથે સભ્યોને અંતિમ વિદાય આપી હતી. કુટુંબીઓના કરુણ આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્રણ માસુમ બાળકોના નશ્વર દેહને જોઇને પરિવારજનોએ કરેલાં કલ્પાંતથી કઠણ કાળજાનો માનવી પણ હચમચી જાય તેવી ગમગીની વાતાવરણમાં છવાઈ હતી.