રામોલ ટોલટેક્ષ પાછળ રાજુ નગરના છાપરા ખાતે રેડ કરતા આરોપીઓ પાસેથી કુલ કિ.રુ. ૧,૪૮,૯૯૦ નો મુદામાલ પકડાયો
અમદાવાદ
પોલીસ કમિશનર જી.એસ.મલિક અમદાવાદ શહેરમા પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા સારુ સુચના આપેલ જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર એમ.સી. ચૌધરીને મળેલ બાતમી આધારે સ્ટાફના પો.સબ.ઈન્સ. બી.આર.ક્રિશ્ચીયન, પો.સબ.ઈન્સ. વી.જી.ડાભી તથા મ.સ.ઈ. મહમંદયુનુસ અસગરઅલી બ.ન.૮૨૧૯, મ.સ.ઈ.ચેતનકુમાર હિતેષભાઈ બ.ન.૧૩૫૩૮, અ.હે.કો.મહાવીરસિંહ બળવંતસિંહ બ.ન.૪૬૧૧, અ.હે.કો.સુખદેવસિંહ લાખુભાઈ બ.ન.૮૨૮૧, અ.હે.કો વિજેન્દ્ર ભંવરલાલ બન૪૧૪૩, અ.હે.કો.પરામસિહ ભગવાનભાઈ બ.ન.૪૫૭૪, અ.હે.કો.જયપાલસિહ વિજયસિંહ બ.ન.૩૭૬૯, અ.હે.કો.મનહરસિહ નહારસિહ બ.ન.૩૭૬૧. અ.હે.કો ધર્મેન્દ્રસિહ હરિશચન્દ્રસિંહ બ.ન.૩૯૩૭, અ.પો.કો.મહિપતસિંહ ઉદેસિંહ બ.ન.૯૯૧૮, અ.પો.કો.વિજય અજમલભાઈ બ.ન.૮૦૦૩ નાઓએ રામોલ ટોલટેક્ષ પાછળ રાજુ નગરના છાપરા ખાતે રેડ કરતા સદર જગ્યાએ પકડાયેલ ઇસમો બહારથી દાણાદાર કેમીકલ મંગાવી તેમાંથી કેમીકલ પદાર્થથી બનાવેલ પ્રવાહી તાડીનુ વેચાણ કરવા માટે રાખી આ કેમીકલ યુકત તાડીનુ સેવન કરવાથી માનવ શરીરને હાની પહોચે છે તથા મૃત્યુ પણ નીપજી શકે છે તેવુ પકડાયેલ આરોપીઓ (૧) ભરતભાઇ જયંતિભાઈ ચુનારા તથા (૨) સમીર અહેમદમીંયા શેખ જાણતા હોવા છતા બહાર થી દાણાદાર કેમીકલ મંગાવી તેની કેમીક્લ યુકત તાડી બનાવી બહાર થી ગ્રાહકો બોલાવી તે કેમીકલ યુકત તાડી વેચાણ માટે રાખી કેમીકલ યુકત તાડી બનાવવા માટે દાણાદાર કેમીક્લ પદાર્થ કુલ વજન ૧૩૮.૭૫ કિ.લો. ગ્રામ જે એક કિલોના કિ.રૂ.૧૦૦૦ લેખે કુલ રૂ.૧,૩૮,૭૫૦ ની મત્તાનો દાણાદાર કેમીકલ નો જથ્થો મળી આવેલ તથા ૧૨ લીટર કેમીકલ યુકત તાડી કિ.રુ.૨૪૦ તથા બે મોબાઇલ ફોન કિ.રુ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રુ. ૧,૪૮,૯૯૦ નો મુદામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રામોલ પો.સ્ટે. ખાતે ઇ.પી.કો. કલમ-૩૦૮, ૨૭૨, ૨૭૩ તથા પ્રોહી.એકટ કલમ ૬૫ (એ)(ઇ), ૮૧ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ભરતભાઇ જયંતિભાઇ ચુનારા રહે.રાજુનગર
ના છાપરા રામોલ તથા
(૨) સમીર અહેમદીંયા શેખ રહે.સુરતી
સોસાયટી જનતાનગર રામોલ
નહી પકડાયેલ આરોપી : પ્રશાદ રહે. આંધપ્રદેશ