જૂનાગઢમાં જૈન સંપ્રદાય દ્વારા કરેલ દત્ત શિખર પર કરાયેલી તોડફોડ બાદ આંતક મચાવી હોબાળો કરાયો હતો. જે સંદર્ભે ભારતભરના સંતો મહંતોનું ભારતી આશ્રમ ખાતે સંમેલન યોજાયું હતું. આ બાબતે મંદિરના ટ્રસ્ટી અને સાધુ સંતો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદના આધારે કોઈ પગલાં ન લેવાતાં સંતો મહંતો ઉગ્ર બન્યા હતા. ત્યારે ગાંધીનગરમાં ભરાયેલી સંતસભામાં સંતોએ શાબ્દિક બાણ ચલાવ્યા હતા. હરિહરાનંદ બાપુએ કહ્યું કે, ગિરનારની ઓળખ સનાતનીઓથી છે એવી ઓળખ હવે વિધર્મીઓને કરાવવી પડશે. તો ગાંધીનગરમાં સંત સંમેલનમાં રાજરાજેશ્વર મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું કે, આજે ધર્મ કે સંત કોઈ સુરક્ષિત નથી. મંદિર કે મઠ પણ સુરક્ષી નથી રહ્યા. ભગવો સસ્તો થઈ ગયો છે, કોઈ પણ પહેરે છે. જુનાગઢ પર્વત પર હુમલો થયો તો માત્ર ચર્ચા થઈ. તો બનાસકાંઠાના નિજાનંદ બાપુએ કહ્યુ કે, હાલ સનાતની નબળા પડી રહ્યા છે. વિધર્મી કોઈ પણ મહોલ્લામાં બિન્દાસ ફરે છે. જુહાપુરામાં લમણા ઢાંકીને આપણે નીકળવું પડે છે. આપણે અસ્તિત્વની લડાઈ લડવાની છે, ભાષણો નથી કરવાના.