સાંસ્કૃતિક નગરી તેમજ ઐતિહાસિક ધરોહર અને દાતાઓની નગરી એટલે પાટણ પાટણ માં સેવાકીય સંસ્થાઓ ગરીબ જરૂરિયાત મંદ બાળકો પરિવારો ની મદદ માટે હર હંમેશ તૈયાર હોય છે અહી અસક્ત, જરૂરિયાતમંદ પરિવારો ને એક ટંક ભોજન મળી રહે તે માટે સતત પ્રયત્ન શિલ એવા પાટણ નગર માં નવું એક મોરપીંછ સમાન સેવાકીય કાર્ય નો પ્રારંભ થયો છે ગુજરાત ની હોટેલ ક્ષેત્ર માં અપકમિંગ ધ સિક્રેટ કિચન ની શરૂઆત થઈ છે અને તેની સાથે સાથે રોબિન હૂડ એનજીઓ ની મદદ થી હંગર ફ્રી ચેઈન ની શરૂઆત થઈ છે આમ તો કોઈ હોસ્પિટલ, હોટેલ, કે કોઈ વેંચર ની શરૂઆત રાજકીય અગ્રણીઓ ની હાજરી વચ્ચે થતી હોય છે ત્યારે પાટણમાં ધ કિચન સિક્રેટ એ તેમના નવા સાહસ નું ઉદઘાટન શહેર ના સ્લમ વિસ્તાર ના બાળકો પાસે રીબીન કપાવી શુભારંભ કરાવ્યો હતો.
આજે પાટણ શહેર માં આવા નવા વિચારો સાથે બાળકો એ હોટેલ માં ટેબલ પર જ્યારે જનતા હતા ત્યારે બાળકોની ખુશી નો અહેસાસ તેમના ચહેરા પર દેખાયો હતો. ધ સિક્રેટ કિચન ના ઓનર સેફ આનલ કોટક તેમજ પાટણ ના ફ્રેન્ચઇજિ મિલાપભાઈ ઉમેદભાઈ પટેલ , મિત સુરેશભાઈ પટેલ પરિવાર નું સાહસ ને સૌ કોઈએ બિરદાવી હતી.