અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર : ૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે. એસ. કંડોરીયા ઓઢવ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઈન્સપેકટર વી.એ.હરકટ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસોને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતી અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. અને સ્ટાફના માણસો તા : ૨૬/૧૦/૨૦૨૩ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા અને કલાક : ૨૩/૧૫ વાગે સોનીની ચાલી પાસે આવેલ તે વખતે સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી અને બાતમી હકીકમા જણાવેલ જગ્યા ઓઢવ સોનીની ચાલી પાસે નારાયણા એસ્ટેટ ખાતેથી હુન્ડાઈ કંપનીની નંબર પ્લેટ વગરની ફોરવ્હિલ તેમજ હુન્ડાઈ કંપનીની ક્રેટા મોડલની કાર જેનો આર.ટી.ઓ.નં. GJ.01.RM.1509 ફોરવ્હિલમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ હોય તે પ્રોહીબીશનના ગણનાપાત્ર જથ્થા સાથે પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
ગુ.૨.નં.: ઓઢવ પોલીસ સ્ટેશન ગુ. ૨. નં. પાર્ટ સી : ૧૧૧૯૧૦૩૭૨૩૦૯૮૬/૨૩ પ્રોહીબીશન એકટ કલમ : ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ
પકડાયેલ આરોપીનું નામ સરનામુ : (૧) પ્રકાશ સ/ઓ અચળાજી મણાજી રામસણા (ઠાકોર) ઉવ.૨૬, રહે. ગામ.રામસણ, તા.ધાનેરા,જી,બનાસકાંઠા તથા (૨) દિનેશજી સ/ઓ રાણાજી દેહરાજી ઠાકોર ઉવ.૪૨, રહે. ગામ. આગથળા, તા.લાખણી, જી.બનાસકાંઠા
મુદ્દામાલ : (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ્લે નંગ-190 કિ.રૂ.56,600/- (૨) હુન્ડાઈ કંપનીની નંબર પ્લેટ વગરની કાર જેની કીરુ.૬,૦૦,૦૦૦/- તથા (૩) હુન્ડાઈ કંપનીની ક્રેટા મોડલની કાર જેનો આર.ટી.ઓ નં. GJ.01.RM.1509 જેની કીરુ.૫,૦૦,૦૦૦/- (૪) બન્ને ઈસમની અંગજડતીમાંથી મળી આવેલ મો. ફોન નંગ-૨ કીરુ.૧૩,૦૦૦/- મળી રોકડા નાણા રુ.૪૧૦૦/-મળી કુલ્લે કીરુ, ૧૧,૭૩,૭૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
બાતમી હકીકત મેળવનાર : (૧) આસી.સબ.ઈન્સ પરથીભાઈ પુરાભાઈ બનં.૧૩૫૨૭ (૨) પો.કો અગરસિંહ દોલુભા બનં.૧૧૮૨૧
કામગીરી કરનાર : (૧) પો. સબ ઈન્સ. વી.એ.હરકટ (૨) અ.હેડ.કોન્સ દિલીપર્સિહ કિશોરસિંહ બ.નં.૭૫૮૯ (૩) અ.પો.કો જયપાલસિંહ રણજીતસિંહ બનં.૧૨૩૦૨ (૪) અ.પો.કો રામશીભાઈ જેઠાભાઈ બનં.૬૯૨૩ (૫) અ.પો.કો ગોવિંદભાઈ મોતીભાઈ બ૮૧૬૪