મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર અને હિંસક બન્યું, ઇન્ટરનેટ બંધ, આગચંપીનાં બનાવો, કર્ફ્યું પણ લદાયો..

Spread the love

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

તેમજ આ સિવાય પુણે અને અહમદનગરમાં પણ આંદોલનના જોરદાર ભણકારા છે. અનેક વિસ્તારોમાં આગચંપીના ગંભીર બનાવો બન્યા છે. બીડ અને માજલગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ પહેલા સોમવારે મોડી રાત્રે ઉમરગા શહેર નજીક તુરોરી ગામમાં પણ આગચંપી થઈ હતી. પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને પણ આગ ચાંપી દીધી હતી.

આ આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત બીડ શહેર છે જે બાદ પ્રશાસને ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લગાવી દીધો છે. બીડમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જાલના શહેરમાં પણ છેલ્લા 12 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પાપ્ત સૂત્રો મુજબ શિંદે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. જે માટે કેબિનેટની બેઠક મળી શકે છે. જેમાં મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ લાવી શકે છે.

આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે તેઓ અડધું જ નહીં પણ સંપૂર્ણ અનામત લેશે. ગમે તેટલી તાકાત તેમને રોકી શકશે નહી અને મહારાષ્ટ્રના મરાઠાઓ અટકશે નહીં. જ્યાં સુધી અનામત ન મળે ત્યાં સુધી ધારાસભ્યો અને સાંસદોએ મુંબઈમાં જ રહેવું જોઈએ. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે રાત્રે રાજભવન ગયા હતા અને રાજ્યપાલને મળ્યા હતા. બીડના કલેક્ટર દીપા મુધોલ-મુંડેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે સ્થિતિ સારી ન હોતી, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ દુકાનો અને બજારો બંધ છે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં કહ્યું કે, મરાઠા આરક્ષણ પર હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમે તમારી સાથે છીએ. જો જરૂર હોય તો સંસદનું વિશેષ સત્ર બોલાવો.

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા

આંદોલન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી કે,. રાજકારણીઓની મિલકતોને નિશાન બનાવીને હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. બીડના પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકુરે જણાવ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને પરિસ્થિતિ કાબૂમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com