દેશમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ, ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પરત ખેંચાયેલી રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે, લોકોને 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં રૂપિયા 2000ની 97 ટકા નોટો પરત આવી ગઈ છે. રૂપિયા 2000ની ચલણી નોટ પરત ખેચવાનું રૂપિયા 500-1000ની નોટબંધી જેવું નથી, જે 8 વર્ષ પહેલાં 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે રૂપિયા પ્રતિબંધિત કરાયેલ 500 અને 1000ની 99 % નોટો પાછી આવી ગઈ હતી.
ભારતીય ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલ ₹2000ની 97 ટકાથી વધુ ચલણી નોટો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને પાછી મળી ગઈ છે. જો કે 2016 માં કરાયેલ નોટબંધીના સમય જેવું નથી. એ સમયે ચલણમાંથી પ્રતિબંધિત ઠરાવેલ રૂપિયા 500 અને 1000 રૂપિયાની લગભગ 99 ટકા ચલણી નોટો, બેંક મારફતે આરબીઆઈ પાસે પાછી આવી ઘઈ હતી. RBIએ આજે બુધવારે ₹2000ની ચલણી નોટ સંબંધિત વિગતો જાહેર કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે પહેલા લોકોને રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યાર બાદમાં તે વધારીને 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે 19 મેના રોજ, ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ ટેન્ડર નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે રૂ.2000ની નોટોનું લીગલ ટેન્ડર યથાવત રાખવામાં આવ્યું હતું.