સુરતના બારડોલી તાલુકા ભાજપ સંગઠનના કોષાધ્યક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે. ભાજપના નેતાએ દારૂના નશામાં શ્રમજીવી મહિલા સાથે અશોભનીય વર્તન કર્યુ હોવાનો લાગ્યો આરોપ લાગ્યો છે. ત્યારે બારડોલી પોલીસે કૌશલ પટેલની અટકાયત કરી છે.
બારડોલી તાલુકા ભાજપ સંગઠનના કોષાધ્યક્ષ કૌશલ પટેલનું જાહેરમાં અભદ્ર વર્તન સામે આવ્યું છે. તેમણે એક શ્રમજીવી મહિલા સાથે ગાળો બોલી અભદ્ર વર્તન કર્યું હતું. પાણીપુરીની લારી મુકવા બાબતે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. તેથી કૌશલ પટેલે દારૂનો નશો કરી તેઓના દ્વારા મહિલા સાથે અભદ્ર વર્તન કર્યુ હતું. ત્યારે મહિલા દ્વારા બારડોલી પોલીસ મથક માં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ ભાજપ કોષાધ્યક્ષ કૌશલ પટેલની અટકાયત કરવામાં આવી છે.
બારડોલી પોલીસે મહિલાની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી હાથધરી હતી. બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ સામે આરોપો સાથેની ફરિયાદ બાદ બારડોલી પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ગાંધીના ગુજરાતમાં આ ભાજપના નેતા પોલીસની તપાસ દરમિયાન જ નશામાં જોવા મળ્યા હતા. જેથી બારડોલી પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. નોંધનીય છે કે, અટકાયત બાદ ડૉ કૌશલ પટેલ જામીન ઉપર મુક્ત થયા હતા.