દેવાયત ખવડે ફરી માફી માંગી,, કહ્યું ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માગશે

Spread the love

ગત રોજ દેશભરમાં લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી. આ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા અને ત્યાં સરદારને શ્રધાંજલિ પણ પાઠવી હતી.

ત્યારે ગુજરાતમાં પણ સરદાર પટેલ જયંતિ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આવો જ એક કાર્યક્રમ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગમે યોજાયો હતો.

જેમાં ગામના જ સરદાર પ્રેમી ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા સરદાર પટેલની 148મી જન્મજ્યંતિ ખુબ જ અનોખી રીતે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા 148 લોકોને સન્માન કરવામાં આવ્યું અને સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલને પણ શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા દેવાયત ખવડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં દેવાયત ખવડે જાહેરમાં જ માફી માંગી હતી.

દેવાયત ખવડે માફી માંગતા કહ્યું કે, “આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે. પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો… પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માગશે !”

તેને એમ પણ કહયું કે, “હ્યદયથી કહું છું, કોઈ આવેશમાં આવી ને નથી બોલતો. આજે એક પ્રતિજ્ઞા લઈને જાઉ છું કે, ભારત વર્ષમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં, ભારતવર્ષના કોઈપણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં જ્યાં સરદાર વલ્લભભાઈની જન્મજયંતી ઉજવાતી હશે અને મને આમંત્રણ હશે ત્યાં એક પણ રૂપિયો પ્રોગ્રામનો લઉંને તો મને ત્યાંની માટી ખપે. એમને વંદન કરવા માટે હું આવીશ. હું ત્યાં ડાયરો કરવા આવીશ અને વલ્લભભાઈની વાતો હકથી અને વટથી કરીશ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com