દેશમાં ગણેશોત્સવની કોરોનાના કારણે જે વર્ષોથી તડીમાર તૈયારીઓ થતી હતી તેમાં બ્રેક વાગી ગઈ છે, અત્યારે તહેવારો પણ હવે ફિક્કા થઈ ગયા છે. રહેવાનુ, ખવાનું, પીવાનું, ફરવાનું આ તમામ ઉપર પ્રતિબંધ હોય તેમ લોકો હવે ખર્ચ કરવામાં પણ કંજુસાઈ કરતાં જોવાઈ રહ્યા છે. ત્યારે માત્ર ભારત જ નહીં પણ ઘણા દેશોમાં આ વિશ્નહર્તાની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ, જે બહુ ઓછા લોકો જાણે છે. વિશ્વનો એક મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે જ્યાં ગણેશજીની તસવીર નોટ પર છપાયેલી છે. ચાલો તેના વિશે જાણીએ. અને માત્ર ત્રણ સૌથી મોટા મુસ્લિમ દેશે નોટમાં છપાયેલ છે તસવીર ઇન્ડોનેશિયા કરન્સી રૂપિયા કહેવામાં આવે છે. અહી 20 હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છે. ખરેખર, આ મુસ્લિમ દેશમાં ભગવાન ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે, વિશેષ બાબત એ છે કે ઇન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા વસ્તી ઇસ્લામ ધર્મમાં માને છે. ઇન્ડોનેશિયાની આ 20 હજારની નોટ પર આગળના ભાગમાં ભગવાન ગણેશની તસવીર છે, જ્યારે પાછલા ભાગમાં વર્ગખંડનો ફોટો છપાયેલો છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની તસવીરો છે. ખરેખર, થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, 20 હજારની નવી નોટ બહાર પાડવામાં આવી, જેના પર ભગવાન ગણેશની તસવીર છપાઈ હતી. તેને છાપવા પાછળ અને આર્થિક ચિંતકોનું માનવું હતું કે આનાથી અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત બનશે અને આવું જ કંઈક પછીથી જોવા મળ્યું.