ભારતનું અર્થતંત્ર એ મધ્યમવર્ગ થકી મોટું એન્જિન ગ્રોથ હતું. વિશ્વની સૌથી ઝડપથી વિરસતી અર્થવ્યવસ્થા બની હતી. ત્યારે કોરોના વાયરસે ભરડો લેતા વિશ્વ ના બીજા દેશો કરતાં આર્થિક પ્રવુતી ફરીથી હજુ સક્રિય થઈ નથી. આ સ્થિતિમાં અત્યારે 8-9 ટકાના જીડીપી વૃદ્ધિ દર હાંસલ કરવું શક્ય નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 માહમારી શરૂ થાય તે પહેલાં જ ભારતીય અર્થવ્યવસ્થા સંઘર્ષ કરી રહી હતી અને જીડીપીનો ગ્રોથ ગયા વર્ષે 4.2 % હતો, જે ત્રણ વર્ષ પહેલાં 8 % હતો. પરંતુ કોરોના વાયરસની માહામારીએ અર્થતંત્રની પાટા પર પાછા ફરવાની આશા પર પાણી ફેરવ્યું છે. ઓટો થી માંડીને સામાન્ય એવા શેમ્પૂનો વેચાણમાં પહેલા કરતા ઘટાડો થયો છે, પાછલા વર્ષ કરતા જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં 51 %નો ઘટાડો થયો છે. આ દરમિયાન, વિશ્વમાં આ ઘટાડો આમાં અડધો રહ્યો છે. લોકડાઉનને કારણે દેશભરમાં આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી અને જીડીપી પાછલા વર્ષના તુલનામાં જૂન ક્વાર્ટરમાં 20 %નો ઘટાડો નોંધાવી શકે છે. તમામ પ્રકારના માલના વેચાણ પર ખરાબ અસર પડી છે. ઘણા કિસ્સાઓમાં તે એશિયાના કોઈપણ દેશ કરતાં વધુ ખરાબ છે.
અગાઉના ક્વાર્ટરમાં મેકડોનાલ્ડ મોટાભાગની ફ્રેન્ચાઇઝી નું સંચાલન કરતી કંપની વેચાણમાં 75 %નો ઘટાડો થયો હતો, જ્યારે બાકીના વિશ્વમાં 24 % ઘટાડો થયો હતો. જાપાનની સુઝુકી મોટર કોર્ષે જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેનું વેચાણ 83 % ઘટ્યું હતું, નીલ્સન સર્વે અનુસાર, ભારતમાં એશિયામાં મૂળભૂત ગ્રાહક ચીજોના વપરાશમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષના પ્રથમ 5 મહિનામાં ભારતમાં શેમ્પ અને નાસ્તાના વેચાણમાં 8 %નો ઘટાડો થયો છે, જ્યારે ચીન અને ઇન્ડોનેશિયામાં તે વધ્યો છે જ્યારે મલેશિયા અને વિયેટનામમાં તેમાં 1%નો ઘટાડો થયો છે.
એ જ રીતે, પ્રથમ કવાર્ટરમાં સોનાના આભૂષણોની વેચાણમાં 74% નો ઘટાડો થયો છે. વ્યાજ દરમાં ઘટાડો હોવા છતાં બચત વધી છે. ગૂગલના ગતિશીલતા ડેટા અનુસાર, ભારતમાં રિટેલ અને મનોરંજનના સ્થળોની આસપાસ ની પ્રવૃત્તિ કોરોના સંક્રમણના પહેલા યુગ ની સરખામણીમાં 55 ટકા ઓછી છે. આ પ્રવૃત્તિ તાજેતરના મહિનાઓમાં મોટાભાગના દેશોમાં વધી છે.