મહેસાણા ફુડ એન્ડ ડ્રગની ટીમે બાતમી આધારે વિજાપુર શહેર સ્થિત શિવ ટ્રેડિંગ કંપની નામના સીંગતેલના વેપારી એકમમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ સીંગતેલના નમૂના લઈ સ્થળ પર બ્યુટાયરો રેકટ્રો મીટર દ્વારા તપાસ કરતા તેલમાં અન્ય હલકી ગુણવતાના તેલની ભેળસેળ જોવા મળતા ફુડ એન્ડ ડ્રગની ટીમે અલગ અલગ છ જેટલી બ્રાન્ડના તેલના 15 કી.ગ્રા..1 લીટર અને 500 ગ્રામના તેલના ડબ્બા મળી 3,69,713નો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લા ફુડ એન્ડ ડ્રગના ડેજીજ્ઞેટેડ અધિકારી વી.જે.ચૌધરીને મળેલ બાતમી આધારે બે ફુડ સેફ્ટી ઇન્સ્પેકટરોની ટીમ સાથે ગુરુવારે વિજાપુરના ખત્રીકુવા સ્થિત જુના માર્કેટ યાર્ડમાં આવેલ શિવ ટ્રેડિંગ કંપની નામની સીંગતેલનો વેપાર કરતા અશોક હરેશભાઇ મહેશ્વરીની ઉક્ત પેઢીમાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન ફુડ સેફ્ટી ઓફ્સિરો દ્વારા બાળિકેશન સીંગતેલ,દોલત માઈક્રો ફ્ટિર ચાર એક્કા સીંગતેલ,અમૃત ડબલ ફ્ટિર્ડ સીંગતેલ,ક્રિષ્ના ઇન્ટરો રેકટીક્ષઇડ વેજી ફ્ટના નમૂના લીધા હતા.આ તમામ તેલના સ્થળ પર બ્યુરો રેકટો મીટર દ્વારા તપાસ કરતા ઉક્ત તેલના નમૂનામાંથી અન્ય હલકી ગુણવતાના તેલની ભેળસેળ જોવા મળી હતી. ખાદ્ય તેલમા ભેળસેળ જોવા મળતા ફુડ એન્ડ ડ્રગની ટીમે ઉપરોક્ત તેલ કિંમત 3, 69, 713નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.