રમ્યા વગર આઉટ થઇ જતાં એન્જેલો મેથ્યૂસ ખૂબ ગુસ્સે ભરાયો હતો અને મેદાનમાં તેણે બાંગ્લાદેશી કેપ્ટન અને એમ્પાયર સાથે રકઝક કરી હતી. ત્યાર બાદ તે હેલ્મેટ પછાડીને પેવેલિયન જતો રહ્યો હતો.
દિલ્હી
આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં 146 વર્ષના ક્રિકેટ ઇતિહાસની પ્રથમ એવી ઘટના બની કે શ્રીલંકાના બેટર એન્જેલો મેથ્યુસને ટાઇમ આઉટ અપાયો. મેથ્યુસને ક્રિઝ પર આવવામાં વિલંબ થતાં એમ્પાયરે તેને ટાઇમ આઉટ આપ્યો.એક પણ બોલ રમ્યા વગર શ્રીલંકાના એન્જેલો મેથ્યૂસને આઉટ અપાયો.
એન્જેલો મેથ્યૂસ ક્રીઝ પર મોડા આવ્યા બાદ પણ હેલમેટ ફરી મંગાવી રેડી થવામાં સમય કાઢ્યો હતો, 2 મિનિટથી વધુ સમય થઈ જતાં તેને ટાઇમ આઉટ અપાયો હતો.રમ્યા વગર આઉટ થઇ જતાં એન્જેલો મેથ્યૂસ ખૂબ ગુસ્સે ભરાયો હતો અને મેદાનમાં તેણે બાંગ્લાદેશી કેપ્ટન અને એમ્પાયર સાથે રકઝક કરી હતી. ત્યાર બાદ તે હેલ્મેટ પછાડીને પેવેલિયન જતો રહ્યો હતો.
BCCI રેફરી પ્રકાશ ભટ્ટના મંતવ્ય અનુસાર બેટ્સમેન આઉટ થયા પછી નવા બેટ્સમેને બે મિનિટના ટાઈમ સુધીમાં ક્રિસ પર આવીને બોલ રમવું પડે તેઓ નિયમ છે અને આ અંગે જો ફિલ્ડીંગ ટીમનો કેપ્ટન અપીલ કરે તો એમ્પાયર તેને ટાઈમ આઉટ તરીકે આઉટ આપી શકે છે ઉપરાંત બેટ્સમેન આઉટ થયા પછી નવા બેટ્સમેને ફીલ્ડ ઓફ પ્લે ની અંદર આઈડીઅલી 30 યાર્ડની અંદર ક્રોસ થવું પડે છે જો એ ન કરો તો બે મિનિટ થઈ જવાના પૂરેપૂરા ચાન્સ છે. પરંતુ મેથ્યુસ હેલ્મેટ નું સ્ટ્રેપ તૂટી જતા નવું હેલ્મેટ મંગાવવામાં સમય લાગતા તેઓ 120 સેકન્ડનો સમય ગુમાવી ચૂક્યા હતા. જેના કારણે તેમને ટાઈમ આઉટ એમ્પાયર આપ્યો હતો.