એક ફિલ્મી ડાયલોગ છે કે-‘अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हे उससे मिलाने में लग जाती है’આવી જ કંઈક કહાની છે આજની જેમાં એક અનુભવ વગરની યુવતીએ વિચિત્ર બિઝનેસમાં ઝંપલાવ્યું અને આજે આખી દુનિયામાં 60 દેશોમાં તેનો કારોબાર ફેલાયેલો છે. વાત છે દિલ્લહીમાં જન્મેલી પૂનમ ગુપ્તા અને તેની કંપની પીજી પેપેરની (PG Paper CEO Poonam Gupta), 800 કરોડ રુપિયાનો વાર્ષિક બિઝસને અને 60 દેશોમાં કામકાજ સુધી પહોંચેલી આ કંપનીની શરુઆત કંઈક અલગ જ સંજોગોમાં થઈ હતી.જેના માટે તમારે પૂનમના જીવનના અતીતમાં ડોકિયું કરવું પડે.
વાત ત્યારની છે જ્યારે લગ્ન પછી MBA કરેલી યુવતી પતિ સાથે સ્કોલેન્ડ પહોંચી, પરંતુ સપના લઈને આવેલી યુવતીને ત્યારે સમસ્યા થઈ જ્યારે એક પછી એક કંપનીઓ તેના CV નકારવા લાગી અને તેના માટે કારણ આપ્યું કે તેમની પાસે કોઈ અનુભવ નથી. પરંતુ આ છોકરીને કંઈક કરવું હતું અને કુદરતે ઈશારો કર્યો, ઠેર ઠેર નકામી પસ્તીઓ પડેલી જોઈને તેને આ પસ્તીના રિસાઈકલનો વિચાર આવ્યો. જે બાદ આજથી 20 વર્ષ પહેલા પૂનમે પીજી પેપર નામની કંપની શરુ કરી. ઘરના એક રુમમાં શરુ થયેલી કંપનીની ઓફિસ આજે સ્કોટલેન્ડથી લઈને ભારત, અમેરિકા અને ચીન સહિતના દેશોમાં ફેલાયેલી છે.
પૂનમ ગુપ્તા પીજી પેપરના સીઈઓ છે. તેમનો જન્મ દિલ્હી થયોહતો અને લેડી શ્રી રામ કોલેજમાંથી ઈકોનોમિક ઓનર્સ કર્યું છે. જે બાદ તેમણે MBA કર્યું. 2002માં તેમના લગ્ન પુનીત ગુપ્તા સાથે થયા. પુનીત ગુપ્તા સ્કોટલેન્ડમાં નોકરી કરતાં હતા. પૂનમ લગ્ન પછી પતિ સાથે સ્કોટલેન્ડ પહોંચી અને અહીં તેને નોકરી કરવાનો વિચાર આવ્યો માટે ઠેર ઠેર એપ્લાય કરવા લાગી. જોકે MBAની ડિગ્રી હોવા છતાં તેને કોઈ કંપનીમાં નોકરી ન મળી.
તેવામાં સ્કોટલેન્ડમાં રહેતી પૂનમે જોયું કે મોટી કંપનીઓ માટે પસ્તીના કાગળ માથાનો દુઃખાવો હતા. તેનાથી છૂટકારા માટે કંપનીઓને ઘણો ખર્ચ કરવો પડતો હતો. તેવામાં પૂનમે આ જ કાગળને રિસાઇકલ કરીને તેમાંથી નવા કાગળ બનાવવા વિશે વિચાર્યું. 10 મહિના સુધી તેણે ખૂબ જ રિસર્ચ કર્યું. ત્યારે તેને ખબર પડી કે કાગળને રિસાઈકલ કરીને ફરી નવો કાગળ બનાવી શકાય છે.
જે બાદ 2003માં તેણે પોતાના ઘરેથી જ પસ્તીના કાગળને રિસાઈકલ કરવાનું કામ શરૂ કર્યું. આ માટે તેણે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું. તેમણે ભારતથી બે કન્ટેનર ભરીને પસ્તીના કાગળ મંગાવ્યા. પહેલા જ કામમાં તેને જબરજસ્ત નફો થયો. જે બાદ પૂનમે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તે દુનિયાભરના દેશોમાંથી પસ્તી ભંગારના ભાવે ખરીદે છે. તેનું રિસાઇકલ કરીને તેના સારા ક્વોલિટીના કાગળ બનાવી પરત આ દેશોમાં વેચે છે. આજે તેનો બિઝનેસ 60 દેશોમાં ફેલાયેલો છે.
પીજી પેપર અનેક પ્રકારના કાગળ બનાવે છે. પ્રિટિંગ પેપર, પેકેજિંગ પેપર, સ્પેશિયાલિટી પેપર, પેપર ગ્લોસરી, ન્યૂઝ પ્રિન્ટ અને ફોલ્ડિંગ બોક્સ બોર્ડ પણ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ છે. પૂનમ ગુપ્તાનો દાવો છે કે આગામી નાણાકીય વર્ષમાં પીજી પેપરનો કારોબરા 1000 કરોડ રુપિયાને પાર થઈ જશે.