ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવી દીધો છે, અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા ચાલી રહ્યાં છે, અંદાજે 1000 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવ્યાં છે, આ બધાની વચ્ચે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની દિકરીનો પરિવાર જે કંપની સાથે જોડાયેલો છે તે કંપનીમાં આઈટીની રેડ ચાલી રહી છે.તેઓ આ કંપનીમાં એડિશનલ ડિરેટર છે અને આ કંપનીમાં આઇટી વિભાગના અધિકારીઓ પહોંચ્યાં છે.
આ ફાર્મા કંપનીના સોલા-સાંતેજ રોડ પરના સ્થળે અને અમદાવાદમાં જજીસ બંગલો રોડ પર આવેલા વીર હાઉસ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ સહિતના ઠેકાણાંઓ પર દરોડાની કાર્યાવાહી ચાલી રહી છે. આ કંપનીના મુંબઇની કંપનીઓ સાથેના કેટલાક શંકાસ્પદ આર્થિક વ્યવહારો સામે આવ્યાં પછી આઇટીના અધિકારીઓ અહીં પહોંચ્યાં હતા અને તપાસ શરૂ કરી હતી.