એવું કહેવાય છે કે, ભારત-ચીન સરહદે બારાહોટી વિસ્તારમાં મહાકાળી માતાનું એક પ્રાચીન મંદિર હતું, જેને ચીનની લિબરેશન આર્મીએ તોડી પાડ્યું હતું. મહાકાળી મંદિરના વિનાશ બાદ માતાજીએ ચીની સૈનિકોના કેમ્પને ખેદાનમેદાન કરી નાંખ્યો હતો.
કહેવાય છે કે, આ ઘટના પછી ચીની સૈનિકોના કેમ્પમાં ઘણી અઘટિત ઘટનાઓ બનવા લાગી હતી. ચીની સૈનિકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.
ત્યારબાદ ચીની સૈનિકોએ રાતોરાત માતા મહાકાળીનું તોડી પાડવામાં આવેલું મંદિર ફરીથી બનાવ્યું હતું અને મહાકાળી માતાની ફરીથી પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
એવું પણ માનવામાં આવે છે કે, સરહદી વિસ્તારોમાં અનેક દેવી-દેવતાઓ વાસ કરે છે, જે દેશની રક્ષા કરે છે. આવી સ્થિતિમાં દેશની સુરક્ષામાં તૈનાત ભારતીય સૈનિકો પણ તેમની વિશેષ પૂજા કરે છે.
આ વિસ્તારના નિષ્ણાત મહાદીપ સિંહ પવાર જણાવે છે કે, બદાહોટી વિસ્તારમાં મહાકાળી માનું મંદિર છે અને અહીં 16500 ફૂટની ઉંચાઈ પર ભારતીય સૈનિકો મા મહાકાળીની વિશેષ પૂજા કરે છે અને દુર્ગમ સરહદી વિસ્તારની સમસ્યાઓનો સામનો કરવા શક્તિ આપવાની પ્રાર્થના કરે છે.
આખા વર્ષ દરમિયાન, આર્મી અને ITBPના જવાનો શિયાળામાં પણ આ પ્રદેશમાં સરહદની રક્ષા કરે છે. આ વિસ્તારની મુલાકાત લેવાની પરવાનગી જિલ્લા વહીવટી તંત્ર અને તહસીલ પ્રશાસન દ્વારા આપવામાં આવે છે. લોકો પાર્વતી કંટકમાં જઈને સ્નાન કરે છે અને ધ્યાન કરે છે.