પકલાઓની બકરા ચોરી, સામેત્રી ગામે 35 બકરા ગાયબ

Spread the love

ગાંધીનગરમાં સામેત્રી ગામે પશુ પાલકની ગાઢ નિંદ્રા દરમિયાન અજાણ્યા શખ્સો સફેદ કલરની ગાડીમાં 35 બકરાં – બકરીઓ ચોરીને ફરાર થઈ જતાં રખીયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બકરાં બકરીઓનો અવાજ સાંભળીને પશુ પાલક સફાળો જાગી ઉઠ્યો હતો. તેમ છતાં ચોરો પશુઓ ચોરીને પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા.

ગાંધીનગરમાં ઘરફોડ, વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે પશુઓની પણ ચોરી થયાની ઘટના ઘટી છે. એક સાથે પાંત્રીસ બકરાં બકરીઓ નજર સમક્ષથી ચોરીને તસ્કરો ગાડીમાં ફરાર થઈ જતાં પશુ પાલકને રૂ. 52 હજારથી વધુની નુકશાની વેઠવાનો વખત આવ્યો છે.

ગાંધીનગરના સામેત્રી ગામમાં રહેતા કિંજલબેન મેહુલભાઈ દેવિપુજક ઘરકામ કરે છે. જ્યારે તેમના પતિ પશુ પાલનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમની પાસે કુલ 51 બકરા બકરી હતા. ગત તા. છઠ્ઠી નવેમ્બરનાં રોજ રાતના ત્રણ વાગ્યાના સુમારે પતિ પત્ની ઘરે સૂતા હતા. તે વખતે અચાનક વાડામાથી બકરાઓનો અવાજ આવવા લાગ્યો હતો. જેથી મેહુલભાઈની ઊંઘ ઊડી ગઈ હતી. અને બકરાં કેમ અવાજ કરી રહ્યા છે એ જોવા તેઓ વાડા તરફ ગયા હતા. જ્યાં એક સફેદ કલરની ગાડી પૂરપાટ ઝડપે ભાગી ગઈ હતી. આથી તેમણે વાડામાં જઈને તપાસ કરતાં કુલ એકાવન બકરા-બકરીમાંથી સોળ નાના બચ્ચા જ હતા.

આથી મેહુલભાઈએ બુમાબુમ કરતાં પરિવારના અન્ય લોકો પણ જાગી ગયા હતા. બાદમાં ઝિણવટપૂર્વક ગણતરી કરતા પાંત્રીસ બકરા બકરી ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. જેનો આજદિન સુધી ક્યાંય પત્તો નહીં લાગતા આખરે મેહુલભાઈએ ફરિયાદ આપતાં રખીયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com