ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ, રાજ્યભરમાં કરાશે કડક કાર્યવાહી

Spread the love

દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વહેંચાતા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. આ ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવા ભેળસેળિયા તત્વો સામે આકરા હાથે કામ લેવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આદેશ આપ્યા છે. હવે ટૂંક સમયમાં ભેળસેળિયા તત્વો સામે તવાઇ નિશ્ચિત બની છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કડક સુચના આપી છે. ખાદ્ય સામગ્રીની ભેળસેળ બિલકુલ નહિ ચલાવી લેવામા આવે. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ડ્રાઇવ માત્ર તહેવાર પૂરતી નહીં પણ નિયમિત ડ્રાઇવ કરવાની મુખ્યમંત્રી પટેલે સૂચના આપી છે.ખાદ્યસામગ્રીની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતો વેપારી કાયદાથી છૂટી ના શકે તેવી કડક કાર્યવાહી કરવના આદેશ આપવામા આવ્યા છે. ટૂંક સમયમાં ફુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળ સામે તવાઈ માટે કેબિનેટ બેઠકમાં ઔષધ અને નિયમન તંત્રના અધિકારીઓને સીધી સૂચના આપવામાં આવી છે.છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી ઘી, નકલી માવો, નકલી દૂધ ઉપરાંત શેમ્પૂ, સાબુ, મુખવાસ સહિતની ભેળસેળવાળી વસ્તુઓ પકડી પાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે.આ અભિયાનમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળના પરિણામે જન આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થાય છે તેને પહોંચી વળવા માટે થઈને હવે મુખ્યમંત્રીએ રાજ્યના ઔષધ નિયમન તંત્રને છૂટા હાથનો દોર આપ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવા આજે કેબિનેટની બેઠકમાં આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com