કોંગ્રેસ પાર્ટી ફરી ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રાનો બીજા તબક્કા શરૂ કરવા માટે કોંગ્રેસના દિગ્ગજોમાં ખળવળાટ શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે, આ વખતે યાત્રા ગતવખતની જેમ પગપાળા નીકળવાની નથી પરંતુ હાઇબ્રિડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી યાત્રા શરૂ કરી હતી જે 30 જાન્યુઆરી 2023ના રોજ કાશ્મીરમાં પૂર્ણ થઈ હતી.
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ફરી એકવાર ભારત જોડો યાત્રાની તૈયારી કરી રહી છે. જો કે આ યાત્રાનું આયોજન હાઇબ્રિડ હશે એટલે કે ક્યાંક યાત્રા પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા કરવામાં આવશે. જો કે આનું નક્કી થશે કે આ ચાલતા નીકાળવી કે વાહનો સાથે ત્યારબાદ તેનું નામ ભારત જોડો યાત્રા 2.0 રાખવામાં આવશે અત્રે જણાવીએ કે, આ યાત્રા ચાલુ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે. જે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની સમાપ્તિ પછી ઘણી વખત પોતાના અનુભવો શેર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે તેમના ઘૂંટણમાં દુખાવો છે, જેના કારણે ચાલવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ જનતા તરફથી મળેલા પ્રેમને કારણે તેણે પોતાનું દર્દ ભૂલીને યાત્રા પૂર્ણ કરી. કદાચ તેથી જ કોંગ્રેસે યાત્રાના બીજા તબક્કાને હાઇબ્રિડ તરીકે પસંદ કર્યો છે
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીના અનેક નેતાઓ સાથે 4000 કિલોમીટરથી વધુની યાત્રા કરી હતી. તેમની યાત્રા દક્ષિણમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવીને સમાપ્ત થઈ હતી. આ યાત્રા તામિલનાડુથી કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ થઈને કાશ્મીર પહોંચી હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીએ પોતાના સમર્થકોની સાથે વિરોધીઓનું પણ ધ્યાન ખેંચ્યો હતો. આ કૂચમાં કમલ હાસન, પૂજા ભટ્ટ, રિયા સેન, સ્વરા ભાસ્કર, રશ્મી દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર જેવી ફિલ્મી હસ્તીઓ સહિત લોકો જોડાયા હતાં.