તહેવારો વચ્ચે વેપારીઓ દ્વારા નફો કરી લેવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.
આ વચ્ચે મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા વાવડી પાસે આવેલ માહી ફૂડ પ્રોડક્ટ્સ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 750 કિલો ફરસાણ સહિત અખાદ્ય હોય તેવો કુલ 1390 કિલો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબજે લઈ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં છેલ્લા થોડાં દિવસોથી ફૂડ વિભાગ દ્વારા તહેવારો પહેલાં મિઠાઈથી મુખવાસ અને ઘી થી ફરસાણ સુધીની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી. સાથે જ ચકરી અને મરચા પાઉડરનાં નમુના લઈને પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા માટેની નોટિસ ફટકારી હતી.
તેમજ પેક્ડ ખાદ્ય પદાર્થો જેવા કે કુરકુરે જેવુ ફરસાણ 3 કિ.ગ્રા. (પેક્ડવાળા), 285 કિ.ગ્રા., ચકરી (ફરસાણ) 300 કિ.ગ્રા., કોર્નબાઇટ -80 કિ.ગ્રા., અન્ય પડતર ફરસાણ 50 કિ.ગ્રા., મળીને કુલ અંદાજીત 715 કિ.ગ્રા. જથ્થો પડતર તેમજ વાસી મળી આવેલ જે માનવ આહાર માટે યોગ્ય ન હોવાનું ખુદ વેપારીએ સ્વીકાર્યું હતું. જેને પગલે આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પડતર અને વાસી પેક્ડ નમકીન-ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત પેઢીમાંથી વાસી પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે પેક્ડ ખાદ્ય પદાર્થો જેવા કે પર ચકરીના પેકિંગ ઉપર એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું જોવા મળ્યું હતું.