ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના પ્રવક્તા, સહ કન્વીનર હેમાંગ રાવલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક પેન્શનરોને આજરોજ તારીખ 7 નવેમ્બર સાંજે 7:00 વાગ્યા સુધી પેન્શન જમા થયું નથી
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના પ્રવક્તા સહ કન્વીનર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર એ સનાતન ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. સમગ્ર દેશની જનતા દિવાળીનો તહેવાર ઉજવે છે. મોટા નાના દરેક વયના લોકો ઉજવણી કરે છે, બાળકો ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરે છે તો મોટાઓ મીઠાઈ વહેંચી, રંગોળી કરી, નવા કપડાં પહેરી, સગા સંબંધીઓના ઘરે જઈ આનંદ વ્યક્ત કરે છે. ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેન્શન મેળવતા શિક્ષક પેન્શનરો દિવાળીનો તહેવાર કઈ રીતે મનાવે તેની વિસામણમાં છે. સામાન્ય રીતે પેન્શન એ દરેક કર્મચારીનો હક છે અને પહેલી તારીખે તેમના ખાતામાં જમા કરવાનો નિયમ હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક પેન્શનરોને આજરોજ તારીખ 7 નવેમ્બર સાંજે 7:00 વાગ્યા સુધી પેન્શન જમા થયું નથી તેઓ કઈ રીતે દિવાળીની ઉજવણી કરે કઈ રીતે કૌટુંબિક ખરીદી કરે તેની મૂંઝવણમાં છે એક તરફ આઈએસ આઈપીએસ ઓફિસરો અને ઉચ્ચ સરકારી કર્મચારીઓને સમયસર પગાર થઈ જાય છે બીજી તરફ જેમના જીવનનો જીવવાનો આધાર જ પેન્શન છે તેવા પેન્શનરો દિવાળીના સમયે પેન્શનથી વંચિત છે. આ પેન્શનરોને પેન્શન નો તેમનો હક આપવામાં આવે કારણ કે જો એક દિવસમાં આ પેન્શન જમા નહીં કરવામાં આવે તો દિવાળીની રજાઓમાં આ પેન્શન ના રૂપિયા પેન્શનરોના કુટુંબને ઉજવણીમાં સહેજ પણ મદદ નહીં કરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સરકારશ્રીને માંગ કરે છે કે જલ્દીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શિક્ષક પેન્શનરોના ખાતામાં તેમના હકનો પગાર કરી દેવામાં આવે.