હેમાંગ રાવલ
હેમાંગભાઈ માટે “હ” અક્ષર ખૂબ જ નસીબવંતો સાબિત થયો છે : પરિષદના કાર્યવાહક અને કોષાધ્યક્ષ રાજેન્દ્ર ઉપાધ્યાય
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા અને યુવા સાહિત્યકારોને મંચ આપવા પ્રથમ પ્રાથમિકતા રહેશે – હેમાંગ રાવલ
અમદાવાદ
પરિષદના કાર્યવાહક અને કોષાધ્યક્ષ રાજેન્દ્ર ઉપાધ્યાયે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યના ઘેઘુર વડલા સમાન ૧૧૫ વર્ષ જૂની સાબરમતી કિનારે આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદની વર્ષ ૨૦૨૪ – ૨૬ ની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સતત ત્રીજી ટર્મ માટે આઈ.ટી. એક્સપર્ટ એવા પરિષદમાં કવિ તરીકે ઓળખાતા પરંતુ વાસ્તવમાં લેખક તેનાથી પણ વધુ કહીએ તો એક સહૃદય વ્યક્તિ હેમાંગ રાવલ જીતીને આવ્યા છે. હેમાંગભાઈ માટે “હ” અક્ષર ખૂબ જ નસીબવંતો સાબિત થયો છે. તેમની સંસ્થા કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના સંસ્થાગત ઉમેદવાર તરીકે હાર્દિબેન અગાઉથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ વર્ષે તેમણે હરિતા નામનું પુસ્તક બહાર પાડયું છે. તેટલું જ નહિ પણ આ વખતે ત્રીજી ટર્મમાં જીતીને તેમણે હેટ્રિકનો “હ” પણ કર્યો છે. આ ‘૩’નો અંક પણ તેમના માટે લકી સાબિત થયો છે, આ ત્રીજી વખત તેઓ જીત્યા છે, તેમને ત્રણ ગુણીયલ સંતાનો પણ છે. હેમાંગ રાવલ એ કવિ છે કે લેખક!, બલ્કિ બંને છે પણ એનાથી પણ વિશેષ સહ્રદય વ્યક્તિ છે. તેઓ કોઈ સરસ મજાનું કાવ્ય સાંભળીને કે બીજાનું કોઈનું કાવ્ય સાંભળીને કે વાર્તા સાંભળીને ચોધાર આસુંએ રડી શકે છે. ઓસ્કર વાઇલ્ડે કહ્યું છે ને કે, તમારે કવિ કે લેખક બનવું છે તો ક્યાં છે તમારા આસુંઓ? આ હેમાંગ રાવલ પાસે, તેમની પાસે, તેમના પોતાના આસું છે, અને એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નથી બલ્કિ સમાજસેવા માટે છે. અગાઉ તેમણે સમાજસેવા માટે ધર્મપ્રેમી જનતા માટે અંબાજી યાત્રાધામમાં મોહનથાળ માટે પણ એક લડત આપી હતી અને કેમ ન આપે, કારણ કે તે હેમાંગભાઈના DNA માં પડયું છે, તેમના પિતાશ્રી મહિપતરામ રાવલ કે જેઓ આજીવન શિક્ષણકાર રહ્યાં છે, તેમણે કોર્પોરેશનની શાળાઓમાં તે સમયે શ્રાવણ મહિનાના સોમવાર માટે પણ રજા જાહેર કરાવી હતી. હેમાંગ રાવલ હજુ એક નવું જ પુસ્તક આ જ વર્ષે આપી રહ્યા છે સાઇબર ઉપરનું. તેઓ IT ટેકનોલોજીના અનેક અવોર્ડ , શિક્ષણમાં અનેક અવોર્ડ જીતી ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયા અવોર્ડને સ્પોનસર કરે છે અને તેઓની પર્યાવરણ અંગેની લડત, ગુજરાતી સાહિત્ય પરિષદમાં જે પક્ષીઓનો કલરવ હતો જે માળા હતા, જેને તોડી નાખવામાં આવ્યા અને તે સમયે તેમણે આપેલી લડતને કારણે આ વખતની ચૂંટણી તેમના માટે ખુબજ અગત્યની સાબિત થઈ હતી. તેઓ ખુબજ લોકપ્રિયતા મેળવવા લાગ્યા હતા કારણકે તેમણે આ પર્યાવરણ અંગે ઝુંબેશ ચલાવી હતી. તેમણે વૃક્ષોને પુષ્પાંજલિ આપી હતી. પંખીઓના માળાને શ્રદ્ધાંજલી આપી હતી. એવા સમયે સ્વાભાવિક રીતે જ કેટલાક સરમુખત્યારો માટે તેઓ મુશ્કેલી રૂપ, નડતર રૂપ બન્યા હતા. ત્રીજી ટર્મમાં ચૂંટણી જીતીને તેમણે ફરી એક વાર તેમણે તેમની લોકપ્રિયતા સાબિત કરી છે. એટલું જ નહીં, તેઓ તેમના સહૃદય, સલેખકો છે તેમના કન્ટેંટનું – લેખનું ખાલી પુસ્તક દીઠ કે પ્રકરણ દીઠ કે બહુ બહુમાં પેરેગ્રાફ દીઠ નહિ, પણ વાક્યદીઠ – શબ્દદીઠ આર્થિક ઉપાર્જન થાય તેવાં સતત પ્રયાસો કરી રહ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ માટે સતત વધુને વધુ અને સારામાં સારા આવકના નવા સ્રોતો વિચારી રહ્યા છે. આ વખતે હેમાંગ મહિપતરામ રાવલે ચૂંટણી જીતી છે. લેખકો, કવિઓના, સાહિત્યકારોના દિલ જીત્યા છે. ખૂબ મજબૂતતાથી, તેઓ જ્યારે કાર્યવાહક સમિતિના સભ્ય હતા ત્યારે પણ એક મંત્રી જેટલું કામ તેઓએ કર્યું હતું.સતત ત્રીજી ટર્મમાં ચૂંટણી જીત્યા બાદ હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મહાત્મા ગાંધીજી જેના પ્રમુખ પદે રહી ચૂક્યા છે તે સાહિત્ય પરિષદની ચૂંટણીમાં સતત ત્રણ ટર્મ જીતવું એ મારા માટે ગર્વની બાબત છે સાથે સાથે સાહિત્યને પણ જીતાડવું એટલું જ જરૂરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદની ગરિમા હંમેશા જળવાઈ રહે અને મારા તમારા ટેક્ષના રૂપિયાથી સરકાર દ્વારા બિન લોકશાહી રીતે ચાલતી સાહિત્ય એકાડમીની સ્વાયત્તા માટેની લડાઈ હજી વધુ પૂરજોશમાં લડવા માટે કટિબદ્ધતા દોહરાવું છું. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા અને યુવા સાહિત્યકારોને મંચ આપવા સક્રિય પ્રયત્ન રહેશે. આપણો સંબંધ નિશ્ચિતપણે ઋણાનુબંધ છે. હું આપને વચન આપું છું કે આપના વિશ્વાસને હું ક્યારેય ડગમગવા નહીં દઉં. સ્વતંત્રતા અને સ્વાયત્તતા સાથે રતિભર સમાધાન ન કરી પરિષદના ઉત્કર્ષ માટે હંમેશાં ઉત્સુક રહીશ.”