વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
રોડ એન્ડ બિલ્ડીગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે અમદાવાદ મ્યુ.કોર્પોના ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં પ્રોફાઇલ મુજબ નવા રોડ બનાવવા,જુના રોડ રીગ્રેડ કરી રીસરફેસ કરવાનાં તેમજ જરૂરીયાત અનુસાર હોટ મીક્ષ મટીરીયલ સપ્લાય કરવાના કામના એક માત્ર ટેન્ડ૨૨ ફોરચ્યુન બિલ્ડસનું રૂા. ૧૨.૧૩ કરોડનું ટેન્ડર મંજુર કરવાની દરખાસ્ત તા.૨૩-૧૦-૨૩ના રોજ મળેલ કમિટીમાં આવેલ તે સમયે તે કામ પેન્ડીંગ રાખવામાં આવેલ હવે તે દરખાસ્ત ૧૧ દિવસ ફરી પાછી તા.૦૭-૧૧-૨૩ના રોજ મળનારી કિંમટીમાં લાવેલ છે આ દરખાસ્ત બાબતે કોંગેસ પક્ષ દ્વારા આ કામમાં સીંગલ ટેન્ડર આવેલ છે એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ નકકી કરવામાં આવે અને ટેન્ડર ૨૬.૫૦ % વધુ આવે આટલો મોટો તફાવત શક્ય નથી એટલે કે ક્યાં અંદાજ ખોટો છે ક્યાં કામમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો હોય તે બાબત સ્પષ્ટ છે. તે સમયે કામ બાકી રાખેલ તો પછી હવે કેમ કામ લાવવામાં આવેલ છે તે શકાંસ્પદ બાબત છે કામ મંજુર કરવું હતું તો કામ કેમ બાકી રાખેલ ? અને કામ પરત કરવું હતું તો કામ કેમ પાછું લાવવામાં આવેલ છે ? શું ૧૧ દિવસમાં કામમાં કોઇ મોટો ફેરફાર થઇ ગયો ? આ બનેં બાબતો સત્તાધારી ભાજપની મેલી મુરાદ હોય તેમ જણાય છે જેથી તંદુરસ્ત હરીફાઇ થકી ભાવમાં ધટાડો થાય માટે ઉપરોક્ત કામ પરત કરીને રી-ટેન્ડર કરવું જોઇએ અન્યથા આ કામ બાબતે વિરોધ છે.