હાર્દિકને રાહત ના મળી, ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદમાં કોર્ટે અરજી ફગાવી

Spread the love

હાર્દિક પટેલ કેસમાંથી મુક્તિ માટે અરજી કરી હતી જો કે કોર્ટે તેની અરજીને ફગાવતા રાહત આપી નથી. સમગ્ર મામલાની વાત કરીએ તો હાર્દિક પટેલને પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ સમયે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી આ મામલે તેમના સામે ફરિયાદ થઇ હતી અને તેનો કેસ ચાલી રહ્યો છે. આ મામલો ગ્રામ્ય કોર્ટે તમામ દલીલને અંતે આ નિર્ણય લેતા તેમની કેસમાંથી મુક્તિની અરજી ફગાવી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હતી.આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો,

18 ઓક્ટોબર 2015 ના રોજ, રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ગુનો નોંધાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટ મેચમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવા બદલ તેને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યો હતા 19 ઓક્ટોબર 2015ના રોજ, પટેલ પર ‘પોલીસકર્મીઓની હત્યા’ વિશેની તેમની કથિત ટિપ્પણી બદલ રાજદ્રોહના આરોપ હેઠળ સુરતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા 15 જુલાઈ 2016ના રોજ, હાર્દિક પટેલને છ મહિના રાજ્યની બહાર અને નવ મહિના મહેસાણાની બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. આ સમયગાળા માટે તેઓ ઉદયપુર ગયા હતા. 2015ના રાજદ્રોહના કેસમાં અહીંની ટ્રાયલ કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહેવા બદલ, તેમની સામે વોરંટ જારી કરવામાં આવ્યાના કલાકો પછી, 18 જાન્યુઆરી 2020ના રોજ તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

25 જુલાઇ 2018 ના રોજ, પટેલને રમખાણો, આગચંપી, સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર એસેમ્બલી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્રણેયને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બે વર્ષની કેદ ઉપરાંત રૂ. 50,000. તેમણે આદેશ સામે અપીલ કરી અને 2019ની ભારતીય સામાન્ય ચૂંટણી લડી શક્યા નહીં કારણ કે તેમની અપીલ પરનો નિર્ણય બાકી હતો.

હાર્દિક પટેલ રાજકારણ ક્ષેત્રે ખૂબ જ જાણીતુ નામ છે કારણ કે, તેઓ એક સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનના આવ્યા હતા એક આંદોલનકારીથી લઇને તેઓની ધારાસભ્ય સુધીની સફર ખૂબ જ ચર્ચિત રહી છે. તેમને જન્મ 20 જુલાઈ 1993માં થયો હતો. તેઓ એક ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ જુલાઇ 2015 માં પ્રસિદ્ધિ પામ્યા, જ્યાં તેમણે પાટીદાર જાતિ માટે આર્થિક રીતે પછાત વર્ગ (EBC) દરજ્જાની માંગણી કરીને પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું.

તેઓ 2020 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) માં જોડાયા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગુજરાતમાં કોંગ્રેસના રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી હતી. જો કે બાદ તેમણે કોંગ્રેસથી છેડો ફાડી દેધો આખરે 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપે તમને વિરમગામ બેઠક કરથી ટિકિટ આપી હતી અને હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડીને. 51555 મતથી જીત હાંસિલ કરી. આ બેઠક પર બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. કોંગ્રેસ વિરમગામ બેઠક પર બીજું સ્થાન જાળવવામાં પણ નિષ્ફળ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com