સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી, દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ખુશીના સમાચાર

Spread the love

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ખુશીના સમાચાર મળ્યા છે. સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI તરીકે પ્રમોશન મળશે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હેડ કોન્સ્ટેબલ માંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે નવા 538 PSI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે.

ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે પોલીસ કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. બિન હથયાર ASIમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ -3ની ખાલી જગ્યાઓ ખાતાકિય બઢતી (મોડ-૩) થી ભરવાની બાબતને સરકારે લીલીઝંડી આપી છે. સરકારે આજે જાહેરાત કરી છે કે બી / પો.સ.ઈ.-૧૮ મોડ-૩ / બત / મંજુરી – ૨૯૬૯ ૮ ૨૦૨૩ થી આપે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-૩), વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવા વિભાગના તારીખ ૨૪-૦૮-૨૦૨૩ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજુરી અન્વયે ફેર વિચારણા કરવા અત્રે દરખાસ્ત કરેલ જે બાબતે સરકાર કક્ષાએ વિચારણા હાથધરી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-૩), વર્ગ-૩ની ૫૩૮ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપવામાં આવે છે.

(૧) આ બઢતી હાલમાં રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોઈ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સધન કરવાના અને કાયદો હેતુથી આ જગ્યાઓ ભરવી હિતાવહ હોઈ, હાલમાં સિનિયર ASI બઢતી માટે લાયક ન થાય ત્યાં સુધી નિયત લાયકાત ધરાવતા જુનિયર ASIઓને શરતી અને તદન કામચલાઉ / હંગામી ધોરણે બઢતી આપવાની રહેશે.

(૨) સીનીયર ASI કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા માટે લાયક બને કે તુરંત જ તેઓની ખાતાકીય પરિક્ષાનું આયોજન કરવાનું રહેશે અને તેઓ બઢતી માટે લાયક ઠરે ત્યારે Last Come First Out સિદ્ધાંત મુજબ સૌથી જુનીયર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરને ASI સંવર્ગમાં રિવર્ટ કરવાના રહેશે.

(૩) આવા તદન કામચલાઉ બઢતીથી નિમણુક પામેલ જૂનીયર બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરને રિવર્ટ કરવામાં આવે ત્યારે, કોર્ટ કેસ કે અન્ય કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે બઢતી પામતા કર્મચારીઓ પાસેથી બાહેધરી મેળવી લેવાની રહેશે.

(૪) બઢતી આપતી વખતે હાલમાં નામદાર હાઈકોર્ટ સમક્ષ ન્યાયાધિન કોર્ટ કેસોમાં ભવિષ્યમાં સીનીયોરીટી બાબતે કે અન્ય જોઈ સેવા વિષયક બાબતે વહિવટી ગૂંચ કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે અંગે પૂરતી કાળજી રાખવાની રહેશે.

(૫) બઢતીથી નિમણુંક આપવા અંગે ભરતી નિયમો મુજબ રેશિયો જાળવવા અને અનામત અંગેના નિયમો તથા રોસ્ટર અંગેના પ્રવર્તમાન નિયમોની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

આમ સરકારે આ શરતોને આધિન દિવાળીમાં પોલીસકર્મચારીઓના તહેવારો સુધારી દીધા છે. હાલમાં પોલીસ ખાતામાં પીએસઆઈની મોટી ઘટ છે. આ આદેશને પગલે ગુજરાતને નવા 538 પીએસઆઈ મળશે. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે અસરકારક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com