બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી એલસીબી અને એસઓજીની ટીમે બાતમીના આધારે 4.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસને ટીમને માહિતી મળી હતી કે એક વિદેશી મહિલા કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે બસમાં મુસાફરી કરી રહી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાં વિદેશી મહિલા મુંબઈ ખાતે ડ્રગ્સ લઈ જઈ રહી હતી. એલસીબીએ મહિલા સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે ડ્રગ્સ માફિયાઓને પગલે હવે પંજાબ અને મુંબઈ જેમ ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ પણ સર્તક દેખાઈ રહી છે.
એવામાં ક્યારેક કચ્છના જખૌ તો ક્યારેક અન્ય જગ્યાએથી મોટા પ્રર્માણમાં ડ્રગ્સ પકડવામાં પોલીસને સફળતા મળી છે. છતાં પ્રશ્નએ થાય છે કે આટલી કડક વ્યવસ્થા વચ્ચે પણ ડ્રગ્સ હેરાફેરીના અનેક સમાચાર સામે આવી રહ્યા છે.