નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કરી હતી.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે કહ્યુ હતું કે જિલ્લામાં થયેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલા છે.આ ઉપરાંત વરસાદને પગલે માર્ગોને થયેલ નુંકશાનને ઝડપથી પુર્વવત માટે તે માટે વિવિધ વિભાગો દ્વારા યુધ્ધના ધોરણે સઘન કામગીરી આરંભી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મહેસાણા શહેરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની મુલાકાત લીધી હતી. મહેસાણા શહેરમાં ખારી નદી પુલના વિસ્તારના નાગરિકો,ધોબીઘાટ રોડ પરા તળાવ ઝુંપડપટ્ટી વિસ્તારના નાગરિકોની મુલાકાત લઇ તેમની સમસ્યાઓ જાણી ઝડપથી હલ કરવા સંબધિત અધિકારીઓને સુચિત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે શહેરની કુમાર મોડલ શાળાની મુલાકાત લઇ સ્થળાંરીત કરાયેલા નાગરિકોની મુલાકાત લીઘી હતી. નિતિન પટેલે મહેસાણા જિલ્લામાં કડી,મહેસાણા,બેચરાજી અને જોટાણામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયેલ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના નુંકશાન સહિત વિવિધ બાબતોની ચર્ચા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ બેઠકમાં કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે વરસાદ પછી જિલ્લાના નાગરિકોની આરોગ્યની સુખાકારની ચિંતા કરવી આપણી ફરજ છે. વરસાદ પછી વિવિઘ પ્રકારનો રોગચાળો ફાટી નીકળે છે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુપેરે આયોજન કરી વ્યાપક પ્રમાણમાં સ્વચ્છતા,દવા છંટકવા, ક્લોરીનેશન સહિત તમામ પ્રકારની રોગચાળા નિયંત્રણની કામગીરી કરવા સબંધિતોને સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પગલે જળાશયો ભરાયા છે જેનાથી નાગરિકો,ખેડુતોમાં આનંદ છવાયો છે. વરસાદને પગલે પીવાની પાણી અને સિંચાઇના પાણીની આવનાર સમયમાં મુશ્કેલી નડશે નહિ.આ ઉપરાંત આવનાર સમયમાં ખેડુતોને શિયાળું પાકમાં સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે. નાયબ મુખ્યમંત્રીએ વરસાદને પગલે થયેલ નુંકશાની સમીક્ષા કરી તાત્કાલીક ધોરણે કેશડોલ્સ આપવા તંત્રવાહકોને સુચનો કર્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ધારાસભ્ય સર્વેશ્રીઓ,નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સહિત પદાદિકારીશ્રીઓના પ્રશ્નો અને રજુઆતોનો પણ હકારત્મક નિવારણ કરવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરોને જનજીવન રાબેતા મુજબ થાય ત્યાં સુધી અસરગ્રસ્ત નાગરિકોને ભોજન આપવાની અપીલ કરી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ રેલ્વે લાઇનમાં ઉપર ઓવરબ્રિજ અને અંડરબ્રિજમાં પાણી ભરાવો અને તેના નિકાલ બાબતે વિગતે ચર્ચા કરી રેલ્વેના અધિકારીઓને તેનો નિકાલ લાવવા જણાવ્યું હતું,આ ઉપરાંત આગામી સમયમાં રાજ્યમાં વરસાદને પગેલ માર્ગોને થયેલ નુંકશાન બાબતે ચોમાસા બાદ ઝડપથી પુર્વવત થાય તે માટે સંબધિત અધિકારીઓને સુચનો કર્યા હતા. આ બેઠકમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,રાજ્ય સભા સંસદ સભ્યશ્રી જુગલજી લોખંડવાલા,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,રમણભાઇ પટેલ,અજમલજી ઠાકોર, અગ્રણી નિતીનભાઇ પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી અધિકાશ્રી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.