ગાંધીનગર કોબા કમલમ ખાતે આજરોજ સહકાર મંત્રી કૌશિક પટેલ ધ્વારા તમામ કાર્યકરોને એક પછી એક તેમની જે રજૂઆતો હતી તેમણે સાંભળ્યા હતા ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ધ્વારા ઉચ્ચકક્ષાએ થી કાર્યકરોનું સાંભળવામાં આવે તે માટે 22 વર્ષના ઇતિહાસમાં આજદિન સુધી સચિવાલય સિવાય કશું જ જોવા મળ્યું નથી, ત્યારે સચિવાલય જાય ત્યારે મંત્રી મળે ન મળે તેની કોઈ ગેરંટી નહીં અને પ્રજાના કામો થાય તે જરૂરી છે, ત્યારે કાર્યકરોને પાવરફૂલ એનર્જી આપવા અત્યાર થી ક્વાયત તેજ કરી દીધી છે.
ગુજરાતભરના ભાજપા કાર્યકર્તાઓની જનહિતની રજૂઆતો દર સોમવારે અને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી દ્વારા સાંભળવા અંગેના વિચારની ચર્ચા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ સંગઠન અગ્રણીઓ સાથે કરી હતી, જે અંગે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહમતિ દર્શાવી કાર્યકર્તાઓના હિતમાં નિર્ણય કર્યો છે તે બદલ હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સમગ્ર કેબિનેટનો આભાર વ્યક્ત કરું છું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હવે દર સોમવારે અને મંગળવારે પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ’ ખાતે રાજ્ય સરકારના એક મંત્રી ગુજરાતભરના ભાજપ કાર્યકર્તાઓ ની રજૂઆત સાંભળી અને તેના નિરાકરણ અંગે જે તે વિભાગ-મંત્રાલયને કાર્યવાહી કરવા માટે મોકલી આપશે અને કાર્યકર્તાઓ તેની રજૂઆત લેખિતમાં જવાબ આપવામાં આવશે. આ પ્રકારની વ્યવસ્થાથી ચોક્કસપણે કાર્યકર્તાઓની વ્યથાનું નિરાકરણ ઝડપથી આવી શકશે. આ વ્યવસ્થા અંતર્ગત આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કૌશિક પટેલે ભાજપા કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.