એક વેપારી યુ.એસ.એ, બીજાે લંડન, મોટા ઉદ્યોગપતિઓ ભાગતા હવે વેપારીઓ ભાગવા માંડ્યા
Gj-૧૮ ખાતે ફરસાણ મીઠાઈ અને રેસ્ટોરન્ટ જેવી ચલાવીને ધંધો કરતા બે વેપારીઓ શહેરમાંથી પાંચ કરોડનું ફૂલેકું ફેરવીને નૌ દો ગ્યારા થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે ઉઘરાણી વાળા રોજ આવે છે, અને જવાબ ફક્ત એવો મળે છે, કે ક્યાંય કીધા વગર જતા રહ્યા છે, અમને ખબર નથી, બીજાને જણાવે કે વિદેશ જતા રહ્યા હોય બ્લેકમાં જ્યારે ત્યારે કમાશે એટલે ડોલરીયા લઈને આવશે તમારો દેણું ચુકતે કરીશું, બાકી ચોક્કસ આંકડો હજુ વધુ હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે,દેશમાંથી આલિયા માલીયા જમાલીયા તો બેંકોની લોનોના થેપલા કરીને નૌ દો ગ્યારા થતા હતા પણ હવે નાના વેપારીઓ પણ કરોડોનું કરીને વિદેશ તરફ દોટ લગાવી છે, ત્યારે gj-૧૮ શહેરમાંથી મીઠાઈના વેપારી જેનું નામ અગાઉ ખૂબ જ ફેમસ થયેલ પણ હવે ઉઘરાણી વાળા આ ફેમસને ત્યાં ભેખડે ભરાઈ ગયા છે, અનેક લોકો ના નાના-મોટા નાણા ફસાઈ જતા અત્યારે તેમના ઘરના મોભીઓ જવાબો આપી રહ્યા છે ત્યારે બડે બડે નામ મોટા કરીને અનેક વેંતરીને જતા રહેતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, બાકી શરૂઆતમાં ત્રણથી વધારે બ્રાન્ચો ખોલીને અનેકને આંખોમાં પંજાબી દે તેવો માહોલ ઉભો કરીને અનેક પાસેથી વ્યાજે અને ઉધાર માલ લઈને હાલ ગાયબ થઈ ગયા છે, એક વેપારી પોતે બિનગેરકાયદેસર કબુતર બાજી માં અમેરિકા ઘૂસણખોરી કરીને ત્યાં હાલ શેટલ થયો, ત્યાં બીજાે લંડન જતા ધંધામાં અસર તો પડી પણ ઉઘરાણી વાળા રોજબરોજ આવતા હાલ વિદેશ જતા રહ્યા હોવાથી રટણ ચાલુ છે,