ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર કોશિયાની કામગીરી વાતોના વડા જેવી, ફેઈલ… ફાંકા ફોજદારી એવા કમિશનર
ગુજરાતનું કહેવાતું જીજે ૧૮ એટલે આખા ગુજરાતનું જમાદાર કહેવાય અહીંયા થી દરેક આદેશો પરિપત્રો ઠરાવો અહીંથી પસાર થાય પણ આખા ગામનું સાહેબ બનતું જીજે ૧૮ જાેવા જઈએ તો અહીંયા વાસ્તવિકતા જુદી જ છે ત્યારે ત્રણ વર્ષમાં ફૂડ એન્ડ ડ્રગ્સ તથા મહાનગરપાલિકા દ્વારા કેટલા નમૂના લીધા તેનું આંકડો આપે આખો ફાટી જાય તેવો ગાંઠ છે ભેળસેળીયાઓનું મોટું બજાર જીજે ૧૮ બની ગયું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને ધ્યાને આવતા કડક આદેશો સાથે કોઈને છોડવા નહીં આરોગ્ય સાથે છેડા કરતાં તત્વોને ગ્રેટ કરવા તૂટી પડો તેવા પાવરફુલ હુકમ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ જાગ્યું છે, જાગશે ગુજરાત જાગ્યું ગુજરાત તેમ હવે ફૂડ એન્ડ ડ્રગ્સને રેલો આવ્યો એટલે ૩૨૧ જગ્યાએ રેલી કાઢીને ૧૨૩ નમુના લઈને કામગીરી કરીને હાશકારો મેળવ્યો ત્યારે દશેરા વખતે પણ ફુડ તંત્રને કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી પરંતુ ત્યારે પણ નહિંવત કાર્યવાહી કરવામાં આવી હતી. આવી સ્થિતિ વચ્ચે કલેક્ટર સાથેની સમિક્ષા બેઠકમાં પણ ટેસ્ટીંગ વધારવા માટે સુચના આપવામાં આવી હોવા છતા દિવાળી વખતે અત્યાર સુધી જાણે કોઇ કાર્યવાહી જ કરવામાં ન આવી હોય તે રીતે ઠેક ઠેકાણે વારંવાર તળેલા તેલમાં ફરી તળેલા ફરસાણ તથા ખાદ્યચિજાેનું વેંચાણ કરવામાં આવતું નરી આંખે જાેવા મળતું હતું. ત્યારે આખરે ફુડ તંત્રએ આળશ ખંખેરી છે અને કામગીરીનો સંતોષ થાય તે માટે કેટકાલ નમૂના લેવામાં આવ્યા છે. જિલ્લાની મીઠાઈની દુકાનો માંથી કુલ ૧૨૩ નમૂના લેવાયા હતા. જેમાં મીઠાઈના ૩૭, ફરસાણના ૨૧, તથા ઘી ના ૩૧ જ્યારે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા કાચો માલસામાન જેવો કે દૂધ, તેલ, મસાલા તથા બેકરીની અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ ૩૪ નમૂના અલગ અલગ સ્થળેથી લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગના નિયુક્ત અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવમાં ફૂડ સેફટીવાન દ્વારા ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કુલ ૩૨૧ જેટલી જગ્યાએ ઓન ધ સ્પોટ ટેસ્ટ કરી ટીપીસી માં ફેલ દર્શાવાયેલા તેલનો આશરે ૫૮ લિટર જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.