રખીયાલ ડીવીઝન-૧ નો સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર રૂ.૧,૫૦,૦૦૦ ની લાંચ લેતાં ઝડપાયો

Spread the love

*એ.સી.બી. સફળ ટ્રેપ*

*ફરીયાદીઃ* – એક જાગૃત નાગરીક

*આરોપી* : –
અરવિંદ કુમાર લખેન્દ્ર સીંહ
સી.જી.એસ.ટી ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ , રખીયાલ ડીવીઝન-૧ , અમદાવાદ દક્ષિણ

*ગુન્હો બન્યા તા-* ૧૦/૧૧/૨૦૨૩

*લાંચની માંગણીની રકમઃ-*
રૂ.૧,૫૦,૦૦૦/-

*લાંચ સ્વીકારેલ રકમઃ-*
રૂ.૧,૫૦,૦૦૦/-

*રીકવર કરેલ રકમઃ-*
રૂ.૧,૫૦,૦૦૦/-

*બનાવનુ સ્થળઃ* -જી.એસ.ટી ભવન આંબાવાડી , અમદાવાદ

*ટુંક વિગતઃ* – આ કામના ફરીયાદી ટેક્ષ કન્સલ્ટન્ટ નું કામ કરે છે. તેમનાં ક્લાયન્ટ ને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માં સર્વિસ ટેક્ષ નહી ભરેલ હોવા અંગે ની ચાલુ વર્ષે ઓગષ્ટ મહીના માં બે નોટીસ મળેલ હતી , જેથી તેમના વતી આ કામ નાં ફરિયાદી સી.જી.એસ.ટી વિભાગ હીયરીંગ માં હાજર રહેલ હતા અને પોતાના ક્લાયન્ટ ને કોઇ ટેક્ષ ભરવાનો થતો ના હોવા અંગે લેખીત માં જવાબ પણ કરેલ હતો .
તેમ છતાં આરોપીએ રૂ. 15,00,000/- ટેક્ષ ભરવાનો થતો હોવાનું જણાવેલ , અને ના ભરવો હોય તો ૧૦% લેખે ૧,૫૦,૦૦૦/- ની માગણી કરેલ હતી
પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ , અને છટકા દરમ્યાન આરોપીએ પોતાની ઓફીસમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

*નોધઃ* -ઉપરોક્ત આરોપીઓ ને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરેલ છે.

*ટ્રેપીંગ ઓફીસરઃ* –
એસ.એન.બારોટ ,
પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

*સુપરવિઝન ઓફીસરઃ* –
શ્રી જી.વી.પઢેરીયા
ઈ.ચા. મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com