આતંકીઓને ઉછેરવામાં ફટેહાલ થઈ ગયેલા પાકિસ્તાનનાં વિદ્યાર્થીઓ, લોકોને વિદેશ જવા માટે એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનુ કારણ છે. વિદેશ જવા માટે તેમનાં પાસપોર્ટ નથી બની શકતા અને તેને આંચકાજનક કારણ એ છે કે ભીખુ થઈ ગયેલી પાકિસ્તાન સરકાર પાસે પાસપોર્ટના લેમીનેશન પેપરની અછત ઉભી થઈ છે. પાકિસ્તાન આ લેમીનેશન પેપર ફ્રાન્સથી મગાવે છે અને તે ખરીદવા માટેના પૈસા નથી.
પાકિસ્તાનનાં ડાયરેકટરોરેટ જનરલ ઓફ ઈમીગ્રેશન એન્ડ પાસપોર્ટ (ડીજીઆઈએન્ડપી) કાદીર યાર ટીવાનાએ જણાવ્યું હતું કે આ સમસ્યા નિવારવા સરકાર પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનનાં પાસપોર્ટનાં લેમીનેશન પેપરની સરકાર પાસે ભંડોળના અભાવે અછત સર્જાતા અને તેના કારણે પાસપોર્ટ ઈસ્યુ નહીં થઈ શકતા વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ અને વિદેશ ફરવા જવા માગતા લોકોના પ્લાન ચોપટ થઈ રહ્યા છે.
પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના ગુલે જણાવ્યુ હતું કે હું કામ માટે દુબઈ સેટ થવા માગુ છું. દેશની ગરીબી અને ડીજીઆઈ એન્ડપીની ગેર વ્યવસ્થાને કારણે દુર્ભાગ્યે મારા પ્લાનમાં ફેરફાર થશે. પેશાવરની છાત્રા હીરાએ પણ જણાવ્યુ હતું કે પાસપોર્ટની અછતના કારણે મારે ઈટાલીમાં ભણવા જવાની તક ગુમાવવી પડશે. પેશાવરનાં એક પાસપોર્ટ અધિકારી નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ રોજ 3000 થી 4000 પાસપોર્ટ ઈસ્યુ થતા હતા હવે માત્ર 12 થી 13 પાસપોર્ટ ઈસ્યુ થાય છે.