આટલી જગ્યાએ ફટાકડાં ફોડ્યા તો ગયા સમજો, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

Spread the love

દિવાળીના તહેવારો દરમિયાન વેચવામાં આવતા વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતા ફટાકડાથી આગ, અકસ્‍માતના અને તોફાનોના બનાવો બનતા હોય છે.આથી જિલ્લામાં આવા બનાવો ન બને તે આશયથી વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્‍યતા પ્રાપ્ત ફટકડા કે જે ઓછા એમિશન ઉત્‍પન્ન કરે છે તેના ઉત્‍પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે.

આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્‍પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા શ્વાસ માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. જે સૂચનાનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્‍સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. ફટાકડા બનાવવા માટે બેરિયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. જે સૂચનાનું પણ પાલન કરવાનું રહેશે. દિવાળી તથા અન્‍ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી જ ફોડી શકાશે. હંગામી ફટાકડા લાઇસન્‍સ મેળવેલ ન હોય તેવા કોઈ પણ વેન્‍ડર, લારી-ગલ્લા ટેમ્‍પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે એક્‍સપ્‍લોઝિવ એક્‍ટ -૧૮૮૪ તથા ગુજરાત પોલીસ એકટ, ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલના હુકમ મુજબ પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે માટે સાવચેતીના પગલાં લેવા તથા માત્ર Green crackers તથા ઓછા એમિશન ઉત્‍પન્ન કરે તેવા ફટાકડાના ઉત્‍પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. ‘ગ્રીન ક્રેકર્શ’ના નામે પ્રતિબંધિત ફટાકડાનું ઉત્‍પાદન, વેચાણ અને ઉપયોગ થાય છે. ઘણા કિસ્‍સામાં ફટાકડાના બોક્‍સ કવર પરનો ક્‍યુ.આર કોડ પણ નકલી હોય છે. જાહેર સ્‍વાસ્‍થ્‍ય કે પર્યાવરણના ભોગે કોઈ ઉજવણી ન થઈ શકે તે બાબત પર ભાર આપી સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન હુકમ દ્વારા પ્રતિબંધિત ફટાકડાના ઉત્‍પાદન, વેચાણ અને ઉપયોગ સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓની સંપૂર્ણપણે તથા સાચા અર્થમાં અમલવારી કરવા હુકમ કરવામાં આવ્‍યો છે. આ હુકમનું પાલન થાય તે સુનિヘતિ કરી ગૃહ વિભાગના પત્રથી સૂચવ્‍યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે. ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઇન્‍ટેલિજન્‍સ, ભારત સરકારના પત્ર મુજબ ફટાકડાના ગેરકાયદેસર આયાત અને વેચાણ સામે પગલાં લેવા બાબતના પત્રની સૂચના મુજબ અમલવારી કરવાની રહેશે. હોસ્‍પિટલ, નર્સિંગ હોમ, આરોગ્‍ય કેન્‍દ્રો, શૈક્ષણિક સંસ્‍થા, કોર્ટ, ધાર્મિક સ્‍થળોથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહીં તથા ચાઈનીઝ તુક્કલ અને આતશબાજી બલુનના વેચાણ તેમજ ઉડાડવા પણ પ્રતિબંધ ફરવામાં આવે છે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લાના વિસ્‍તારોમાં અમલી રહેશે. જાહેરનામાના ભંગ અથવા મદદગારી બદલ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com