ગુજરાતમાં નવો ટ્રેન્ડ આવ્યો છે, હપ્તા સીસ્ટમ, ત્યારે જે આ બધાથી દુર રહે તે સુખી કહેવાય, આજની યુવા પેઢીને દેવું શું તેની ખબર જ નથી, હપ્તાથી લીધા બાદ તેનું વ્યાજ ગણો ત્યારે ખબર પડે કે કેટલામાં ટકલા થઇ ગયા છે, મકાન લીધું હોય અને લોનનો હફતો ૧૫ હજારનો આવતો હોય ત્યારે ૧ થી ૫ તારીખમાં પૈસા ખાતામાં ન હોય અને એક રીટર્ન થાય તો તે બેંક કેટલો ચાર્જ લગાવે છે, તે તપાસ કરાવજાે બાકીનું ૪૦ લાખ નું મકાન લઈને બાયડી બુમો પાડે અત્યારે મકાનના ૪૫ લાખ થઇ ગયા, પણ વ્યાજ બધું ગણો અને હપ્તા પૂર્ણ થાય ત્યાં સુધીમાં મકાન ૮૦ થી ૯૦ લાખમાં પડે, તેમ હવે કપડા, મોબાઈલોમા પણ ૧ રૂપિયો ટોકન દરે અને ઘણી જ જગ્યાએ ૨૫% રકમ ભરાવીને કપડા આપી દે છે, ત્યારે ૨૫% રકમ ભરી તેમાં મોટા ભાગનાને મૂડી નીકળી ગઈ હોય છે, પણ રોકડા નથી આપવા પડતા એટલે લાખો-લાખોમાં કપડા લઇ લીધા બાદ હપ્તા ભરવાનો સમય આવે એટલે ખિસ્સામાં ૧ થી ૧૦ સુધી નાણાં હોય, બાકી નાથાલાલ બનીને ફરવું પડે, આ વાસ્તવિકતા છે,
શ્રમજીવીઓથી લઈને મધ્યમ વર્ગમાં આ લોનનો ટ્રેન્ડ આવ્યો છે, બાકી અગાઉ વ્યાજખોરો ગણાતા હવે નવા ટ્રેન્ડમાં જૂની બાટલીમાં નવો દારૂ જેવું ગણી શકાય, ત્યારે સે-૨૧થી લઈને અન્ય જગ્યાએ કપડા લોનથી સરળ હપ્તેથી મળશે, ત્યારે દેશ ક્યાં જી રહ્યો છે, તે ખબર નથી, પણ આ લોનનું ચકેડું કેવું ફરે એ ભરનારને સમય આવે એટલે ખબર પડે,