Gj – ૧૮ મહાનગરપાલિકામાં દિવાળીનો સમય આવતા ઘણા લોકોના ત્રણ થી ૬ મહિનાના બિલો પાસ કરવામાં ન આવતા ઘણાના પગારથી લઈને કામો પણ અટકી ગયા છે, ત્યારે ભારતના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ મંત્રી કરોડો નહીં, અબજાેની ગ્રાન્ટ મહાનગરપાલિકાના વિકાસ માટે આપી રહ્યા છે ,ત્યારે દિલ્હીથી સો રૂપિયાની નોટ આવતી હતી, તે ૨૦ રૂપિયા બની જતી હતી, તે મોદી તથા શાહે ભ્રષ્ટાચારના તમામ ખાડાઓ પૂરીને બુચ મારી દીધા છે ,ત્યારે ?૧૦૦ ની પૂરેપૂરી નોટ ગુજરાત સરકાર એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે આવ્યા બાદ દરેક મહાનગરપાલિકાને પૂરેપૂરા નાણા ચેકથી ગ્રાન્ટના મળે છે ,ત્યારે હવે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપક નહીં વ્યાપમ ધમધોકાર વધી ગયો છે, દરેક કામથી લઇને બિલ પાસ કરવામાં કમિશન ચાલુ થઈ જતા અને બીલો પાસ કરાવવા હોય તો સાત કોઠા વિધવા પડે, ત્યારે પહેલા કહેવત હતી કે સાત કોઠવા વિધવા પડે, પણ હવે ૩૪ કોઠા મહાનગરપાલિકાના વિધવા પડે છે ,૩૪ સહી અને ૩૪ પ્રમાણપત્રો મળ્યા બાદ બિલનો ચેક મળે ,ત્યારે દિવાળી આવતા બિલ પાસ કરનારા ગબ્બરો અને બબ્બરો પાસેથી માંગી રહ્યા છે, પ્રસાદ, ત્યારે ક્યારે કરશો નાણા નો વરસાદ જેવો ઘાટ સર્જાયો છે.
Gj-૧૮ મહાનગરપાલિકામાં સૌથી વધારે કફોડી હાલત મોટી કંપનીઓ ચલાવતા હોય તેમને પણ મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર ને કહેવું પડે છે અને સૂચના મળતા ફાઈલ થોડી દોડે ત્યાં કવેરી બાબુઓ રોજ નવા નિત નિયમો કાઢી કાઢીને બિલો પાસ કરાવવા વાળા ને અધમુઓ કરી દે છે ,
જેથી ભોગ ચડે, ત્યારે તપાસ કરવામાં આવે તો કેટલા બિલો બાકી છે? તો ખબર પડે અને દિવાળી પહેલા જાે આરટીજીએસ અને પેમેન્ટ ચેક થી થાય તેટલા બિલો આજ દિન સુધી પાસ નહીં થયા હોય, જેનો મતલબ બિલો અટવાઈ રાખવામાં આવ્યા છે ,ત્યારે કમિશનર ઘરે જાય એ પહેલા મોટાભાગના કોન્ટ્રાક્ટરો બીલો તથા ફાઇલમાં સહી કરાવવા રાત સુધી કાર્યાલય ધમધમતું હતું, ત્યારે જેટલા કોન્ટ્રાક્ટરો આવે છે , તેમા મોટાભાગના રાજકીય પાર્ટીઓના જ છે, ત્યારે હવે નવી આવનારા દિવસોમાં શાખા કોન્ટ્રાક્ટર પાર્ટીની ખુલે તો નવાઈ નહીં, રાત્રે મહાનગરપાલિકાની ઓફિસો ધમધમી છે, ત્યારે ૫ દિવસની રજા આવતી હોવાથી ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી ત્યારે અમદાવાદથી લઈને gj-૧૮ ના કોન્ટ્રાક્ટરો મહાનગરપાલિકાની ઓફિસે રૂબરૂ આવી પહોંચ્યા હતા. બિલો પાસ કરાવવા અને સામે દિવાળી હોવાથી અને તેમાં કમીશ્નર ઘરે નીકળી જાય તો ફાઇલમાં સહી કરવાની રહી જાય તો અઠવાડિયું લાગે તે ટેન્શન લઈને મોટાભાગના કોન્ટ્રાક્ટ કચેરી ફરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકામાં ૩૪ જગ્યાએ સહી અને ૩૪ પ્રમાણપત્ર મેળવવા બાદ પેમેન્ટ નીકળે ,ત્યારે દિવાળીમાં સૌથી વધારે પેમેન્ટ નીકળવાનું છે, આવનારા દિવસોમાં નવી ગુજરાતમાં પાર્ટી ઉભી થશે તે ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી હોય તો નવાઈ નહીં