છેલ્લા ૬ માસમાં ૭ જેટલા સફાઈકર્મીઓના મોત. શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી?
મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથા ગુજરાતમાં હજુ પણ યથાવત
અમદાવાદ
મેન્યુઅલ સ્કેવેન્જિંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’માં ગટર સફાઈના કામગીરી દરમિયાન એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિની હાલત અતિગંભીર છે ત્યારે સફાઈ-સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગટર સફાઈમાં શ્રમિકો મોતને ભેટી રહ્યા છે. મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાની કામગીરી ગુજરાતમાં હજુ પણ યથાવત છે. દેશના ૧૩૫ કરોડ જનતા પાસેથી સ્વચ્છતા સેસના નામે કરોડો રૂપિયા ઊઘરાવતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી?. નામદાર હાઈકોર્ટમાં સોગંદનામું કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાતો કરતી ભાજપ સરકારના કેમ ગુન્હો દાખલ કરવામાં ઉદાસીન છે. સૂત્રોમાં કહેવાતી અસંવેદનશીલ ભાજપ સરકાર ખરા અર્થમાં સંવેદનાવિહીન છે. છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના નોંધાયેલા મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. ન નોધાયેલ સફાઈ શ્રમિકો-કામદારોના મોતના આંકડામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે ! સફાઈ કર્મીઓના કમકમાટી ભર્યા પછી પણ કેમ ભાજપ સરકાર સુધરવાનું નામ લેતી નથી ? ક્યારે જાગશે તંત્ર ? ક્યારે કાયદાનું અમલ કરાવી માનવ જીંદગી બચાવાશે ? સફાઈ કર્મીઓની સતત મોતની ઘટનાઓ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.
વારંવાર શ્રમિકો-કામદારોના મોતની ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માનવાધિકાર પંચમાં કરવા આવેલ રજૂઆત બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી? માનવ જીવન જેવા સંવેદનશીલ વિષયમાં માનવાધિકાર પંચમાં રાજ્યમાં સરકારના મુખ્ય સચિવશ્રીને જવાબ આપવા સુધી ઔપચારિકતા દાખવતા નથી આજ દર્શાવે છે કે ભાજપ શ્રમિકો-કામદારો મુદ્દે કેટલી સંવેદનશીલ છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની જગ્યાએ વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મોત થયા હતા. છેલ્લા ૬ માસમાં ૭ જેટલા સફાઈકર્મીઓના મોત થયા છે. શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી? ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના ઝેરી ગેસ ગળતર, ગુંગળામણથી મૃત્યુની ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે.
અતિસંવેદનશીલ અને ચિંતાજનક રીતે ગુજરાતમાં સફાઈ કરવાના જોખમી પ્રથાને કારણે ગુજરાતના નાગરીકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે ભાવનગરની ઘટનામાં જવાબદાર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’ના અધિકારીશ્રી પર મેન્યુઅલ સ્કેવેન્જીંગ એક્ટ અંતર્ગત ફોજદારી ગુન્હો દાખલ કરે, મૃતક પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.