પીએમ મોદીએ હૈદારબાદમાં ચૂંટણી જનસભા સંબોધી. તેમણે કહ્યુ કે BRSની જેમ કોંગ્રેસનો ઈતિહાસ પણ એસસી, એસટી સમાજને નફરત કરવાનો રહ્યો છે. તેનુ મોટુ ઉદાહરણ બાબુ જગજીવન રામ હતા. જેમને કોંગ્રેસના અપમાનનો સામનો કરવો પડ્યો. જ્યારે ભાજપે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા તો કોંગ્રેસે તેમને હરાવવા પણ સમગ્ર તાકાત લગાવી દીધી હતી.
પીએમ મોદી હૈદરાબાદમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.આ દરમિયાન એક એવી ઘટના સામે આવી કે અનેક ચેનલોની હેડલાઈન બની ગઈ. પીએમ મોદીની જનસભા દરમિયાન ચિક્કાર ભીડ વચ્ચે એક યુવતી પીએમ મોદીનું ધ્યાન તેમની તરફ ખેંચવા માટે એક લાઈટ ટાવર પર ચડી ગઈ. તેની આ હરકતને કારણે ભીડમાં દહેશત જેનો માહોલ ફેલાઈ ગયો. પીએમનું ધ્યાન તેમના પર પડતા જ તેમણે સ્પીચ અટકાવીને એ યુવતીને નીચે આવી જવા માટે કહ્યુ, પીએમ મોદીએ વારંવાર એ યુવતીને કહ્યુ બેટા નીચે આવી જા. એ ટાવરમાંથી પાવર પસાર થઈ રહ્યો છે. તેને શોર્ટ લાગી શકે છે. પીએમએ તેને વારંવાર નીચે ઉતરી જવા માટે વિનંતિ કરી અને જ્યારે યુવતી નીચે ઉતરી ત્યારબાદ જ તેમણે ફરી તેમની સ્પીચ શરૂ કરી હતી.
લાઈટ ટાવર પર ચડેલી યુવતીને પીએમ મોદી બહુ મોડે સુધી નીચે ઉતરવા માટે અપીલ કરતા રહ્યા. તેમણે કહ્યુ હું તારી વાત સાંભળીશ… તુ નીચે આવી જા… ત્યાં શોર્ટ સર્કિટ છે… નીચે ઉતરી જા… આ બરાબર નથી… આવુ કરવાથી કોઈ લાભ નહીં થાય… આખરે અનેકવાર અપીલ કર્યા બાદ યુવતી નીચે ઉતરી… અને ત્યારબાદ પીએમ મોદીએ તેને થેન્ક્યુ કહ્યુ…
વીડિયોમાં રેલી દરમિયાન પીએમ મોદીની બાજુમાં બેસેલા મડિગાને ભાવુક થતા જોવા મળ્યા. પીએમ મોદીએ મંચ પરથી જ એ SC નેતાને ગળે મળ્યા અને તેમના માથા પર હાથ રાખી તેમને સાંત્વના પણ આપી. ત્યારબાદ પીએમ મોદી મડિગાના હાથ પકડી તેમને આશ્વાસન આપતા જોવા મળ્યા હતા.
આ પહેલાના દિવસે વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં પીએમ મોદીએ મડિગા આરક્ષણ પોરાટા સમિતિ (MRPS) ના વડા મંદા કૃષ્ણ મડિગાને સાંત્વના આપતા જોવા મળ્યા હતા, જે એક સાર્વજનિક રેલી દરમિયાન ભાવુક થયા હતા. ચામડાની કામગીરી અને મેલુ ઉપાડવાનીઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતો દલિત સમુદાય મડીગા પર ખાસ પ્રભુત્વ ધરાવે છે.