દાની ડેટા નામની ફૂટબૉલ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશન મારફતે 1100થી વધુ વ્યક્તિઓઓ સાથે 271 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવાના કેસમાં CID ક્રાઈમે વધુ બે આરોપીની ધરપકડ કરી

Spread the love

દાની ડેટા નામની ફૂટબૉલ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશન મારફતે 1100થી વધુ વ્યક્તિઓઓ સાથે 271 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવાના કેસમાં CID ક્રાઈમે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

DANI-DATA નામની એપ્લિકેશન મારફતે ભોગ બનનારને ફુટબોલની મેચો 3:3 ના સ્કોર ઉપર રોકાણ કરવાથી 0.75% નફા સાથે રકમ પરત આપવાની 101% ગેરંટી આપી ભોગ બનનારને રોકાણ કરાવીને એપ્લિકેશનને ગૂગલ પ્લે-સ્ટોર ઉપરથી હટાવી લેવામાં આવી હતી.

આ કેસની તપાસ દરમ્યાન ભોગ બનનાર 6 વ્યક્તીઓના રૂ.1,11,700/- PAYTM સર્વિસ પ્રોવાઇડર મારફતે KUTM FOUR WOW TECHNOLOGY OPC PRIVATE LIMITED વાળી કંપનીના IDFC FIRST BANKના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી તે ખાતાની તપાસ કરતાં તેમાં 25 ફેબ્રુઆરી, 2022થી 27 નવેમ્બર, 2022 સુધીમાંરૂ.6,45,57,124/- ક્રેડીટ તથા રૂ.6,45,54,926/- ડેબિટ થયા હોવાના વ્યહારો મળી આવ્યા હતા. જેના ડાયરેક્ટર જયબીર ધર્મપાલ (રહે. નવા નરોડા, અમદાવાદ) છે. જ્યારે ખાતુ અંકિતસીંગ મનોજસીંગ પરિહાર (રહે. વટવા, અમદાવાદ) ઓપરેટ કરતો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતુ.

આટલું જ નહીં, તપાસમાં મળી આવેલા મોબાઇલ નંબરોના CDR એનાલીસીસ કરી આરોપી જયબીર ધર્મપાલ દહીયા તથા
અંકિતસીંગ મનોજસીંગ પરીહારની બે દિવસ પૂર્વે અમદાવાદથી અટકાયત કરવામાં આવી હતી. જેમનો કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસમાં પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં આરોપી અંકિતસીંઘની અમદાવાદના ઘોડાસર સ્થિત ઓફિસ TECJACKTRUE ENTERPRISE PRIVATE LIMITEDમાં તપાસ કરતા અલગ-અલગ બેંકોના કુલ-12 બેંક ખાતાઓની ચેકબુક, કુલ-2 પાસબુક તથા કુલ-4 કંપનીઓના QR કોડ મળી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com