મજૂરી કર્યા પછી પરિવાર માટે મીઠાઈની ખરીદી કરવા શ્રમજીવી રોડ ક્રોસ કરી રહ્યો હતો અને બાઈક ચાલકે ઉડાવી દેતાં મોત

Spread the love

ગાંધીનગરનાં મહુન્દ્રા પાટીયા નજીક ક્રોસ કરતાં શ્રમજીવીનું ગઈકાલે કાળી ચૌદશની મોડી સાંજે બાઈકની ટક્કરથી ગંભીર ઈજાઓ થવાથી ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ અંગે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. દિવસ દરમ્યાન મજૂરી કર્યા પછી પરિવાર માટે મીઠાઈની ખરીદી કરવા શ્રમજીવી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ઘરે મીઠાઈની જગ્યાએ સ્વજનની લાશ પહોંચતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ગઈકાલે કાળી ચૌદશની મોડી સાંજે માર્ગ અકસ્માત આ બનાવમાં શ્રમજીવીને કાળ ભરખી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. સાબરકાઠાંનાં સુખડ માતાવાસ ખાતે રહેતા દશરથજી કાંતિજી ડાભી ખેતી કરી પરીવારનુ ગુજરાને ચલાવે છે.

ગઈકાલે સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ તેમના ગામના લોકોની સાથે બોલેરો પીકઅપ ગાડીમાં શાકભાજી ભરી અમદાવાદ ખાતે કમોડ શાકમાર્કેટમાં શાકભાજી વેચવા અર્થે ગયા હતા. જ્યાં શાકભાજી વેચી બપોરના ચારેક વાગે ઘરે સુખડ ગામ ખાતે જવા માટે નિકળ્યા હતા અને રસ્તામાં છ વાગ્યાના સુમારે બોલેરો પીકઅપ ગાડી લઇ મોટા ચિલોડાથી હિંમતનગર જતા હાઇવે રોડ ઉપર મહુન્દ્રા પાટીયા બ્રિજ નજીક પહોંચ્યા હતા. ત્યારે હાઇવે રોડ પર એક મીઠાઈની દુકાન જોઈને બધા ઉભા રહ્યા હતા.

દિવાળી નિમિતે મીઠાઈની ખરીદી કરવા ગાડીનો ડ્રાઈવર અને દશરથજીનો ભાણિયો ખોડસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ગાડીમાંથી નીચે ઉતરી સામેના રોડ પરની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ એક બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ખોડસિંહને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે ખોડસિંહ અને બાઇક ચાલક પણ રોડ પર પટકાયા હતા.

અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત ખોડસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ખોડસિંહનું મોત નીપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com