ગુજરાતના 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની આ એક સારી તક છે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને હેલ્પરની 10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો જણાવવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં ઉમેદવારોએ આ તક ગુમાવવી જોઈએ નહીં.ઉમેદવારો પાસે પૂરતો સમય પણ રહેલો છે.
આ ખાલી જગ્યા માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી. આ ભરતીની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 8મી નવેમ્બર 2023થી 30મી નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ તેની ઓફિશિયલ વેબસાઇટ e-hrms-gujarat.gov.in ની મુલાકાત લેવી જોઈએ. વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ સૂચનાને તપાસવી જોઈએ.
આ ખાલી જગ્યા વિશે સૌથી મહત્વની બાબત એ છે કે, ઉમેદવારો કોઈ પણ ફી વગર મફતમાં અરજી કરી શકે છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રાજકોટ, નવસારી, જૂનાગઢ, ભાવનગર,નર્મદા, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, તાપી, સુરત, ભરૂચ, મોરબી, જામનગર, અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં કુલ 10400 જગ્યાઓ પર ખાલી જગ્યા ભરવાની છે.
આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને હેલ્પર સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ ગુજરાત સરકારના નિયમો અને શરતો મુજબ અનામત કેટેગરીની મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે. તે જ સમયે પસંદ કરાયેલા ઉમેદવારોને 7800 રૂપિયાથી 20200 રૂપિયા સુધીનો પગાર પણ નક્કી થયા મુજબ આપવામાં આવશે.
- ઉમેદવારોએ સરકારના સામાન્ય ભરતી પોર્ટલ e-hrm-gujarat.gov.inની મુલાકાત લેવી જોઈએ.
- વેબસાઇટ પર અરજી કરતા પહેલા ઓફિશિયલ સૂચના વાંચો
- આ પોર્ટલ પર ઉલ્લેખિત વિવિધ જિલ્લાઓ માટે ભરતી સૂચના અને અરજી લિંક પર ક્લિક કરો.
- અરજીથી સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે સહી, ફોટો, આઈડી પ્રૂફ કાળજીપૂર્વક અપલોડ કરો.
- તે પછી સબમિટ કરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ ઉમેદવારોએ લેખિત પેપર આપવાનું રહેશે. ત્યાર બાદ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવાની તક આપવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે આખરે ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડવામાં આવશે.