કેન્દ્ર સરકારે 25 જૂન 2015ના રોજ દેશના 100 શહેરોમાં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરી હતી. જેમાં ગુજરાત રાજ્યના 6 શહેરોનો સમાવેશ કરાયો હતો. જેમાં ગાંધીનગર પણ સામેલ છે. કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ પસંદ કરેલા શહેરોને ગ્રાન્ટ માટે પ્રપોઝલ આપવા કહ્યું હતું. ગાંધીનગરે ખૂબ જ મોટા બજેટનું પ્રપોઝલ મોકલ્યું, પરંતુ કેન્દ્ર સરકારે 940 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી.
સ્માર્ટ સિટી મિશન શરૂ થયાને આઠ વર્ષ થઈ ગયા છે. તો આ વર્ષોમાં કેટલું કામ થયું? કયા પ્રોજેક્ટ પર કેટલો ખર્ચો કરાયો? સામાન્ય માણસને તેનાથી શું લાભ થશે?
સ્માર્ટ સિટી મિશન 2023માં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોરોના અને અન્ય પરિસ્થિતિઓના કારણે પૂર્ણ થઈ શક્યું નહીં. જેથી તેની સમયમર્યાદા 1 વર્ષ સુધી વધારાઈ છે, એટલે કે 2024માં પુરૂ થશે.
આ સમયગાળા સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ 453.03 કરોડના 6 પ્રોજેક્ટ પૂરા કરવા પડશે. સ્માર્ટ સિટી મિશનમાં ઓફિસ અને એડમિનિસ્ટ્રેશનનો ખર્ચો 60 કરોડનો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટ સિટી મિશન પૂર્ણ થવામાં માત્ર 6 મહિના જેટલો સમય બાકી છે તે છતાં હાલમાં ગાંધીનગર કોર્પોરેશને પ્રોજેક્ટ્સની પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી છે. એટલે કે, કોર્પોરેશન હજુ સુધી નક્કી કરી શક્યું નથી કે, સ્માર્ટ સિટી અંતર્ગત કયા પ્રોજેક્ટ લેવા જોઈએ કે, જેનાથી જનતાને ફાયદો થાય.
253.47 કરોડના રદ કરાયેલા પ્રોજેક્ટ્સ
સેક્ટર 22માં સીટી સ્ક્વેર 125 કરોડ
. સેક્ટર 21માં મિકેનિકલ પાર્કિંગ 75 કરોડ
• 3D મ્યુઝિયમ
• ઈનોવેશન 50 લાખ
. અંડરપાસ (સેક્ટર 21-22 અને 22-23) 22.97 કરોડ
રિસાયકલ વોટર નેટવર્ક 30 કરોડ
453.03 કરોડના 6 પ્રોજેક્ટ હાલ બાકી
• 24 કલાક વોટર સપ્લાય 129 કરોડ
.સ્માર્ટ રોડ 60.68 કરોડ
સ્કૂલ બિલ્ડીંગનું મોડીફીકેશન 28 કરોડ
• 5 સ્માર્ટ સ્કૂલ 8 કરોડ
. સેક્ટર એપ્રોચ રોડ 27.35 કરોડ
કોર્પોરેશનને 780 કરોડ મળી ચૂક્યા છે સ્માર્ટ સિટી મિશન હેઠળ ગાંધીનગરમાં 31 પ્રોજેક્ટ્સ છે. જેનું કુલ બજેટ 1000 કરોડનું છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી 940 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ છે. જેમાંથી 780 કરોડ કોર્પોરેશનને મળી ચૂક્યાં છે. બાકીના 60કરોડ રાજ્ય સરકારની વિવિધ સ્કીમોમાંથી લેવાયા છે. અત્યારસુધી 887.03 કરોડ રૂપિયા વિવિધ પ્રોજેક્ટ્સ અને ઓફિસ એડમિનિસ્ટ્રેશન પાછળ ખર્ચાયા છે. જ્યારે 53.67 કરોડ કયા પ્રોજેક્ટ્સમાં નાંખવાના છે, તેના માટે કોર્પોરેશન અજાણ છે જેથી કેન્દ્ર સરકારને આ માટે દરખાસ્ત મોકલી છે.
સૌથી વધુ 577.03 કરોડ રૂપિયા રસ્તા, અંડરપાસ, પાણી અને ડ્રેનેજ પર ખર્ચાયા ગાંધીનગરમાં રસ્તા, અંડરપાસ, પાણી અને ડ્રેનેજ પાછળ 577.03 કરોડ રૂપિયા, ટેક્નોલોજી અપગ્રેડેશન પાછળ 165.82 કરોડ, એજ્યુકેશન અને સ્કૂલ્સ પાછળ 56.46 કરોડ, ન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 33.27 કરોડ, એનર્જી માટે 54.45 કરોડનો ખર્ચ કર્યો છે.