મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ – મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ

Spread the love

મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે માટે મહેસૂલી સેવાઓને સરળ, ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ ધપાવતાં ખૂબજ ટુંકા ગાળામાં ૨૧ જેટલી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગની સેવાઓનું ફેસલેસ પધ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની સેવાઓનો સીધો જ લાભ નાગરીકો મેળવી રહ્યાં છે. આવી જ વધુ એક સેવા જમીન માપણીની કામગીરીને ઓનલાઈન કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

મંત્રી કૌશિક પટેલે આપતા જણાવ્યું કે, જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (DILR) કચેરીમાં અરજી કરવાની રહેતી હતી તેમજ માપણી ફી ચલણથી બેંકમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે, મહેસુલ વિભાગના iORA પોર્ટલ પર જમીન માપણીની કામગીરી ઓનલાઈન કરવાથી અરજદારશ્રી માપણી માટેની અરજી દુનિયાના કોઇપણ ખુણેથી ઓનલાઇન કરી શકશે તેમજ સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઇન ભરી શકશે. જેથી, અરજદારને કચેરીમાં રૂબરૂ જવામાંથી મુક્તિ મળશે જેને કારણે સમયની બચત થશે અને ઝડપી કામગીરી થશે. આ ઉપરાંત, સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના ૭ તથા ૮/અ ઓનલાઇન મેળવી લેવામાં આવે છે. આથી, અરજદારને ગામ નમુના ૭ તથા ૮/અ જમા કરાવવામાંથી પણ મુક્તિ મળેલ છે. માપણીની અરજીની સર્વેયરને ફાળવણી સીસ્ટમ દ્વારા સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે. માપણીની નિયત કરેલ તારીખ તેમજ તબક્કાવાર કામગીરીની જાણ અરજદારને SMS/Email દ્વારા સીસ્ટમ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રગતિ અરજદાર iORA પોર્ટલ પરથી ટ્રેક કરી શકશે. અરજી પરની કાયવાહી પુર્ણ થયે માપણી શીટ પણ Email દ્વારા મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, હિસ્સા માપણીના કિસ્સાઓમાં તેમની હિસ્સા માપણી મુજબની ફેરફારની નોંધ પણ ઓનલાઈન થશે. કૌશિક પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “ડિજિટલ ઈન્ડિયા” અભિયાનને આગળ ઘપાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ, ઝડપી, નાગરિક કેન્દ્રી બને તે હેતુસર અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com