હવે કોઈ વ્યક્તિને રખડતા શ્વાન બચકા ભરશે તો તેના દાંતના નિશાનના બદલામાં સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે, માંસ બહાર આવ્યું હોય તો 20 હજાર : હરિયાણા પંજાબ હાઇકોર્ટ

Spread the love

દેશના મોટાભાગના શહેરોમાં રખડતા શ્વાનના ત્રાસ વચ્ચે હરિયાણા પંજાબ હાઇકોર્ટનો મહત્વનો આદેશ સામે આવ્યો છે. જેમાં જણાવાયા અનુસાર હવે કોઈ વ્યક્તિને રખડતા શ્વાન બચકા ભરશે તો તેના દાંતના નિશાનના બદલામાં સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની રાહત રકમ આપવી જોઈએ. વધુમાં બચકા દરમિયાન વધુ માંસ બહાર આવ્યું હોય તો 20 હજાર ચુકવવા જણાવાયું છે.

એક બાજુ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ઓક્ટોબર મહિનામાં જ પ્રખ્યાત ચા કંપની વાઘ બકરીના સીઈઓ પરાગ દેસાઈ પર રખડતા કૂતરાના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી રખડતા કૂતરાઓના હુમલાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય ગાઝિયાબાદમાં તાજેતરમાં જ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને રખડતા શ્વાન મામલે કોર્ટ સતર્ક થઈ છે. રખડતા શ્વાન અને ઢોરના ત્રાસને લઈ સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠતા હોય છે આવી સ્થિતિ વચ્ચે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મામલામાં પ્રશાસન જ જવાબદાર રહેશે.

રખડતા પશુઓના હુમલાના કેસમાં કેટલું વળતર આપવું તે નક્કી કરવા માટે એક સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે સુનવણી દરમિયાન એવું પણ જણાવ્યું કે રખડતા પશુઓના પગલે અકસ્માતો અને હુમલાઓના કેસમાં વળતર મામલે સમિતિ બનાવી અને આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર, એસડીએ, ટ્રાફિક પોલીસના એસપી અથવા ડીસીપી જેવા અધિકારીઓને પણ સમાવેશ કરવો જોઈએ અદાલતનો આ ફેંસલો ત્યારે આવ્યો છે. જ્યારે રખડતા ઢોરને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com