સુરત જિલ્લામાં બેસતા વર્ષના દિવસે જ મોટી દુર્ઘટના બની હતી. પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત નિપજ્યા છે. કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચી ટાંકામાંથી ચારેય મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટાંકીમાંથી ચારેય શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં બનાવામાં આવેલ 20થી 25 ફૂટ ઉંડી ટાંકીમાં આજરોજ ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેઓને ગુંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ચારેય શ્રમિકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તે ચારેય શ્રમિકોના મૃતદેહને બહાર કાઢી લીધા છે.
જેને પગલે તાત્કાલિક તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને તપાસ કરવામાં આવતાં ચારેયના મોત થયા હોવાનું માલૂમ પડ્યું હતું. ચારેય શ્રમિકો પરપ્રાંતિય હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે હાલ સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર આવેલ રાજહંસ ટેક્ષ નામની મિલમાં આજરોજ શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા. તે દરમિયાન શ્રમિકોને ગૂંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ટાંકીમાં ઉતરી તપાસ કરવામાં આવતા ચાર શ્રમિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનેલ બનાવને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે.