મુખ્યમંત્રી સહિત રાજ્યના 21 મંત્રીઓ, 8 ચેરમેન, 30 પદાધિકારીઓ અને જીલ્લા મથક એ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરવા જણાવ્યું

Spread the love


ગુજરાતમાં ભાજપના એક હથ્થુ શાસન ૨૫ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે પ્રજાના કામો થયેલ વિકાસ પણ આંખે વળગે તેવો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ૨૫ વર્ષના ઇતિહાસમાં કોઈએ ન લીધેલ હોય તેવા નિર્ણયો કાર્યકરોમાં જોમ લેવા લઈ રહ્યા છે ક્યાં કાર્યકરો ના કામો થતાં નથી તેની બૂમ વર્ષોથી ૫ડતી હતી, અને ઘણા જ કાર્યકરોને સક્રિય થઈ ગયા છે. જે અગાઉ ભાજપ નો ટેમ્પો જામેલો હતો તેવું દેખાતું નથી. ત્યારે આ ટેમ્પામાં સવારી કરવા નવા કાર્યકરો આતુર થયા અને ભાજપનો જે ગ્રાફ નીચે ગયો છે. તે સડસડાટ ઊંચે લાવવા માટે ખૂબ જ ટુંકા દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કસરત શરૂ કરી દીધી છે. ત્યારે પ્રથમ ચરણ તેમણે બે મંત્રીઓને કમલમ પર બેસીને કાર્યકરોના પ્રશ્નોને વાચા આપવા સૂચના આપતા જ કાર્યકરોમાં ઉત્સાહની લાગણી પ્રસરી ગઇ હતી, અને બે મંત્રીમાં કૌશિક પટેલ સોમવારે હાજર રહ્યા હતા. બીજા મંત્રી જયદ્રથસિંહ પરમાર પોતે મંગળવારે કાર્યકરોને સાંભળવા આવ્યા હતા. ત્યારે હવે ભાજપના ગ્રાફને ઊંચો લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની યોજનાઓ છે. તે દરેક જિલ્લાના વડામથક અને આ યોજનાઓનો પ્રચાર કરવા હાકલ કરીને સૂચના આપતા શુક્ર શનિ અને રવિ વાર ત્રણ દિવસ મુખ્યમંત્રી સહિત આ યોજના નો પ્રચાર કરવા જણાવ્યું છે. સચિવાલયમાં પ૦% મંત્રીઓ હાજર રહેતા નથી, અને અરજદારોને ધર્મના ધક્કા થાય છે. તેમાં બે મત નથી ત્યારે સરકારી યોજનાઓનો લાભ લે તે પણ જરૂરી છે. ૧૯૯૫માં જ્યારે કેશુ પટેલ મુખ્યમંત્રી હતા, તે સમયના પ્રદેશપ્રમુખ કાશીરામ રાણા પણ સિનિયર મંત્રીઓને ખાનપુરમાં કાર્યાલય પર કાર્યકર્તાઓ ની રજૂઆત સાંભળવા માટે બેસાડ્યા હતા. પરંતુ ત્યારબાદ થયેલા રાજકીય ઊથલપાથલના કારણે મંત્રીઓએ કાર્યાલય પર બેસવાનું બંધ કર્યું હતું. હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ ફરીથી કાશીરામ રાણાના ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓની ફરિયાદ હતી કે, જ્યારે તેઓ તેમનાં પ્રશ્નોની રજૂઆત લઈને સરકારના મંત્રીઓ પાસે જાય છે, ત્યારે મંત્રીઓ તેમને મળતા નથી. અથવા તો તેમને મળવાનો સમય મળતો નથી, ત્યારે ભાજપ કાર્યકર્તાઓના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે મંત્રીઓને કમલમ પર કાર્યકર્તાઓની બેસીને રજૂઆત સાંભળી લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, સી.આર.પાટિલનાં આ નિર્ણયના કારણે સરકાર મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકીય લોબીમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ભાજપમાં પક્ષ અને સરકાર વચ્ચે એક ખાઈ હોય તેવું લાગી રહ્યું છે.
કારણ કે, મંત્રીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ કહે તે પ્રમાણે કરવું કે પછી મુખ્યમંત્રી કહે તે પ્રમાણે કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com