જીજે 18 ખાતે ઝાડ સાથે ગાડી અથડાતા પાંચ પિતરાઈ ભાઈઓના મોત, જુઓ વિડિયો,

Spread the love

ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટિયરિંગપર પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. જે બાદ ઝાડ સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત થતા પાંચ પિતરાઈ ભાઈના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. જે બાદ પરત ફરતી વખતે તેઓને અકસ્માત નડ્યો હતો. આ અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ કેશવ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં કરૂણ મોત નિપજ્યા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ હાટડીયા ખાટકી વાસમાં રહેતાં શાબીરહુસૈન ઇબ્રાહીમભાઈ ડેલીગર(બેલીમ) રીક્ષા ડ્રાઇવીગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમાં એક દીકરી અને બે દિકરા છે. તેઓનો દિકરો મોહમ્મદ અલફાઝ આશરે અઠવાડિયા અગાઉ માણસા ખાતે તેના મામાના ઘરે રહેવા માટે આવ્યો હતો.

ગઈકાલે આશરે રાત્રીના સાડા બારેક વાગ્યે શાબીરહુસૈન જમી પરવરીને સુઇ ગયા હતા અને રાત્રીના બે વાગ્યે તેમના ભત્રીજા જાવેદે ઘરે જઈને જાણ કરેલી કે, મોહમદ અલ્ફાઝનું પેથાપુર ખાતે અકસ્માત થયો છે. જે હાલ સિવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે છે. આ સાંભળી શાબીરહુસૈન તાબડતોબ સિવિલ દોડી ગયા હતા. જ્યાં પીએમ રૂમમાં મોહમદ અલ્ફાઝની લાશ જોઈને ફસડાઈ પડ્યા હતા.

જ્યાં તેમનો સાળો મોહમદ મુશ્તાક તથા બીજા સંબંધીઓ હાજર હતા. જેમણે જણાવ્યું કે, ગઈકાલે સાંજના આશરે આઠેક વાગે શાબીરહુસૈનનાં મામા સસરાનો છોકરો સાહિલ નસીરુદ્દીનભાઇ ચૌહાણ (રહે,માણસા ખાટકી વાસ) પોતાની સ્વીફટ ગાડીમાં મોહમદ અલ્ફાઝ, સલમાન કાસમભાઇ ચૌહાણ (રહે,હિંમતનગર), અસપાક શબ્બીરભાઇ ચૌહાણ (રહે,માણસા ખાટકી વાસ), મહોમદ સાજેબ સલીમભાઇ બેલીમ તથા શાહનવાબ કાસમભાઇ ચૌહાણ પેથાપુર ખાતે ફિલ્મ જોવા માટે ગયા હતા.

આ ગાડી સાહિલ નસીરુદ્દીનભાઇ ચૌહાણ પોતે ચલાવતો હતો. જેઓ તમામ ફિલ્મ જોઈ પરત પેથાપુરથી માણસા આવવા નીકળેલ હતા. તે દરમ્યાન મોડી રાતે આશરે સવા બારેક વાગ્યાના સુમારે પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે ઉપર કેશવ ગૌશાળા પાસે અચાનક સાહિલ નસીરુદ્દીનભાઇ ચૌહાણે ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્ટિયરિંગપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે ગાડી રોડની નીચે ઉતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં મોહમદ અલ્ફાઝ તથા તેની સાથેના ઉપરોક્ત વ્યકિતઓ પૈકી શાહનવાબ કાસમભાઇ ચૌહાણ સિવાય તમામ પાંચેય ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા. તેમજ શાહનવાબ કાસમભાઇ ચૌહાણ હાલ અર્ધ-બેભાન હોઈ અમદાવાદ સિવિલ ટ્રાન્ફર કરેલ છે. આ બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના નજીકના સગા જાવેદભાઈએ જણાવ્યું હતું કે, તમામ છ છોકરાઓ પિતરાઈ ભાઈઓ છે. સાહિલ સિવાય તમામ 17 થી 19 વર્ષની ઉંમરના હતા. તહેવાર નિમિત્તે ભાઈઓ માણસા ભેગા થયા હતા અને ફિલ્મ જોઈને પરત ઘરે આવી રહ્યા હતા. એ વખતે અકસ્માત સર્જાયો હતો. હાલમાં પાંચેયની પોત પોતાના ગામમાં દફનવિધિની તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com