સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જનશાળી ગામના પાટિયા પાસે પીકઅપ વાન પીકઅપ વાન ચાલકે અકસ્માત સર્જ્યો હતો.
પીકઅપ વાન ચાલકે બાળકી અને મહિલાને અડેફેટે લીધા હતા. પીકઅપ વાનની અડફેટે આવતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.. જયારે ત્રણ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી..
લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા જનશાળી ગામના પાટિયામાં રોડ પર ઉભેલા લોકોને પીકઅપ વાન ચાલકે કચડી નાખ્યા હતા. ચાર લોકો અરણાજ બુટભાવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે રસ્તાના કિનારે ઊભો હતો, ત્યારે એક ઝડપી પીકઅપ વાન ચાલકે પાંચ લોકોને કચડી નાખ્યા, જેમાંથી બે લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા.